દમણના દરિયા કિનારે ફરવા ગયેલા બે યુવકો દરિયામાં તણાયા, મધદરિયેથી બંનેના દિલધડક રેસ્ક્યુ, બંને યુવકનો આબાદ બચાવ – જુઓ વિડિયો…

Published on: 11:28 am, Fri, 17 June 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી નદી, દરિયા અને તળાવમાં ડૂબી જવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણના દરિયા કિનારે ફરવા આવેલા બે યુવકો દરિયામાં તણાઈ ગયા હતા. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનામાં બંને યુવકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર દરિયામાં સ્થાનિક માછીમારોએ દરિયાકિનારાની નજીકથી એક યુવકનું કર્યું હતું. જ્યારે અન્ય એક યુવક મળી ન આવતા દમણ કોસ્ટગાર્ડની ટીમે મધદરિયામાં હેલિકોપ્ટરની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન મધદરિયામાં એક યુવકના તણાતો જોવા મળ્યો હતો.

ત્યારબાદ કોસ્ટગાર્ડની ટીમે હેલિકોપ્ટરની મદદથી મધદરિયાની વચ્ચેથી એક યુવકનું રેસ્ક્યુ કરીને તેનો આબાદ બચાવ કરી લીધો હતો. દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે. ત્યારે બે યુવકો દમણના દરિયા કિનારે ફરવા માટે આવ્યા હતા. આ બંને યુવકો દરિયામાં ન્હાવા પડ્યા હતા ત્યારે બંને અચાનક તણાવા લાગ્યા હતા.

આ દ્રશ્ય જોઈને દરિયાકિનારે બેઠેલા અન્ય લોકોએ બૂમાબૂમ કરી હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક માછીમારો અને કોસ્ટગાર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનાના પગલે સ્થાનિક માછીમારોએ બોટની મદદથી દરિયાકિનારે બંને યુવકોની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન સ્થાનિક માછીમારોએ દરિયાકિનારાની નજીકથી એક યુવકનું રેસ્ક્યુ કર્યું હતું.

પરંતુ એક યુવકનો કોઈપણ પ્રકારનો પત્તો લાગ્યો નહીં. તેથી હેલિકોપ્ટરની મદદથી દરિયામાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મધદરીયે એક યુવક દેખાયો હતો. ત્યારબાદ મધદરિયેથી તે યુવકનું પણ રજૂ કરવામાં આવ્યું હતું. હાલમાં આ દિલધડક રેસ્ક્યુનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ ઘટનામાં 18 વર્ષીય મેહુલ પટેલ અને 16 વર્ષીય રાહુલ નામના યુવકનો બચાવ કરવામાં આવ્યો હતો. બંને સાંજે પાંચ વાગ્યાની આસપાસ દરિયાકિનારે નાહવા માટે ગયા હતા. આ દરમિયાન બંને દરિયાના પાણીમાં તણાઈ ગયા હતા. ત્યારબાદ બંનેનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દમણના દરિયા કિનારે ફરવા ગયેલા બે યુવકો દરિયામાં તણાયા, મધદરિયેથી બંનેના દિલધડક રેસ્ક્યુ, બંને યુવકનો આબાદ બચાવ – જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*