અમેરિકામાં વધુ એક ગુજરાતી વ્યક્તિનો જીવ લઈ લેવામાં આવ્યો – પટેલ સમાજમાં માતમ છવાઈ ગયો… જાણો સમગ્ર ઘટના

Published on: 10:37 am, Fri, 17 June 22

વિદેશમાં રહેતા ગુજરાતીઓને જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વધુ એક ગુજરાતીનો અમેરિકામાં જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનામાં આણંદના સોજિત્રાના 52 વર્ષીય પ્રેયસ પટેલે પોતાનો જીવ ગુમાવ્યો છે.

તેમનું મૃત્યુ થતાં પટેલ સમાજમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર લૂંટના ઇરાદે પ્રેયસ પટેલનો જીવ લેવામાં આવ્યો છે. આ ઘટનામાં કુલ બે લોકોનો જીવ લેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના બુધવારના રોજ રાત્રીના સમયે બની હતી.

મળતી માહિતી અનુસાર એક ગ્રાહક કિલન ક્રીક પાર્કવેના 1400 બ્લોકમાં બુધવારના રોજ રાત્રે 11.46 વાગ્યા પહેલા જ 7-Eleven માં ગયો હતો. ત્યારે તે ગ્રાહકને થયું કે અહીં કાંઈ ખોટું થયું છે. તેથી તેને 911 પર ફોન કર્યો હતો. તેથી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસ સ્ટોર માંથી બે લોકોના મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસને સ્ટોરમાંથી 52 વર્ષીય પ્રેયસ પટેલ અને 35 વર્ષીય લોગન એડવર્ડ થોમસ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. તે બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર 52 વર્ષીય પ્રેયસ પટેલ સ્ટોરના માલિક હતા અને 35 વર્ષીય લોગન એડવર્ડ થોમસ સ્ટોરમાં કર્મચારી હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે લૂંટના ઇરાદે આ બંને વ્યક્તિનો જીવ લઈ લેવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર ઘટનાને લઇને સ્ટોર માં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે. પરંતુ પોલીસ અધિકારીઓએ સીસીટીવી ફુટેજમાં શું કેપ્ચર થયું છે તે કહેવાનો ઇનકાર કર્યો હતો.

પોલીસનું કહેવું છે કે, એક વ્યક્તિએ બંને પર ગોળી ચલાવીને તેમનો જીવ લીધો છે. પરંતુ હજુ પોલીસ સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઇને પોલીસ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમેરિકામાં વધુ એક ગુજરાતી વ્યક્તિનો જીવ લઈ લેવામાં આવ્યો – પટેલ સમાજમાં માતમ છવાઈ ગયો… જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*