કોરોના નો કહેર વચ્ચે ગુજરાતમાં હાલમાં બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં પડી રહેલા વરસાદના પગલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક બેઠક બોલાવી છે. રાજ્યમાંથી પડી રહેલા ભારે વરસાદથી ઊભી થયેલી સ્થિતિ અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી રહી છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ભારે વરસાદ પડવાથી કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે. જેના કારણે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના નિવાસસ્થાને બેઠક બોલાવી છે.
આ બેઠકમાં ખૂબ જ જરૂરી પગલાં લેવા રણનીતિ તૈયાર કરવામાં આવશે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે જેમાં ગુજરાત અને રાજસ્થાન પર વધુ એક સિસ્ટમ સક્રિય થઇ છે.બંગાળની ખાડીમાં વધુ સિસ્ટમ સક્રિય થતા આગામી બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા કેટલાક કલાક પછી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો 161 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે રાજકોટના ગોંડલમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ભારે વરસાદને નદી-નાળાઓ છલકાયા છે. આ સાથે રાજ્યભરમાંથી ધોધમાર વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!