કોરોના થી બચવા ગુજરાતની અડધી વસ્તી ને અપાઈ હોમયોપેથીક દવા, તેની મદદથી આવ્યું આ પરિણામ

Published on: 5:27 pm, Mon, 24 August 20

ગુજરાત સરકાર રાજ્યના લોકોને કોરોના સંક્રમણથી બચવા અને તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હોમિયોપેથીક દવા નું વિતરણ કરી રહી છે. ન્યુઝ એજન્સી પી ટી આઈ ના સમાચાર મુજબ ગુજરાતમાં આરોગ્ય વિભાગે રોગ નિરોધક રૂપે હોમિયોપેથીક દવા અર્લ્બામ-30 દવાનો માર્ચમાં covid-19 ના પ્રકોપ બાદથી જ રાજ્ય ની અડધી વસ્તી માં આ દવા વિતરણ કરવામાં આવી છે. ગુજરાતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સામે રજૂ કરેલી રિપોર્ટમાં આ વિશે માહિતી આપી છે.

ગુજરાતના આરોગ્ય વિભાગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યું કે રાજ્યના આરોગ્ય વિભાગે 3.48 કરોડ લોકોને એલ્બામ-30 દવા આપી છે કે જે રાજ્યની કુલ જનસંખ્યા 6.6 કરોડના અડધાથી વધુ છે.આ રિપોર્ટમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે આ વિશે કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે આ હોમિયોપેથીક દવા કોરોનાવાયરસ સામે લડવાનું કામ કરે છે.

આરોગ્ય વિભાગે કહ્યું કે આયુષ લોકોની ઇમ્યુનિટી વધારવા માટે લાભકારી રહ્યું છે અને આના કારણે આયુષ ટ્રીટમેન્ટ નો પ્રોટોકોલ બનાવવામાં આવી રહ્યો છે. આ સાથે જ એક રિસર્ચ કરવામાં આવી રહ્યું છે કે જેમાં ટ્રીટમેન્ટ સમતા વિશે જાણવામાં આવશે. આઇસોળેકશન સમય દરમ્યાન 33,268 લોકોને આયુષ સારવાર આપવામાં આવી અને આમાં અડધાથી વધુ હોમિયોપેથીક દવાઓ આપવામાં આવી હતી.

ગુજરાતના મુખ્ય સચિવ જયંતિ રવિવારે કહ્યું કે સરકારે આ દવા ની સમતા વિશે વિશ્વાસ હતો કારણ કે જે હજારો લોકોને ડોઝ આપવામાં આવ્યો તેમાંથી 99.69 ટકા લોકો ને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના થી બચવા ગુજરાતની અડધી વસ્તી ને અપાઈ હોમયોપેથીક દવા, તેની મદદથી આવ્યું આ પરિણામ"

Leave a comment

Your email address will not be published.


*