કૃષિ કાયદાના વિરોધ વચ્ચે 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં થઈ શકે છે આ, ખેડૂતોની રેલી રોકવા પોલીસોને છૂટ,થઈ શકે ઘર્ષણ.

Published on: 5:23 pm, Tue, 19 January 21

દિલ્હીમાં આગામી પ્રજાસત્તાક દિવસ પર ખેડૂતો દિલ્હીમાં એક વિશાળ રેલી કાઢવા જઈ રહ્યા છે અને આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ખેડૂતોની દિલ્હીમાં પ્રવેશ આપવો કે નહીં તે અંગે નિર્ણય લેવા માટે પોલીસ સ્વતંત્ર છે.બીજી તરફ ખેડૂતો એ કહ્યું હતું કે રેલી કાઢવી તે ખેડૂતોનો બંધારણીય અધિકાર છે.

અને તેને કોઇ રોકી નહીં શકે. આ વચ્ચે હવે આગામી 26મી જાન્યુઆરીએ પોલિસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા છે.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દિલ્હીમાં ખેડૂતોએ કરેલી તે કાયદો અને વ્યવસ્થાનું મામલો છે.

તેથી દિલ્હી પોલીસ ખેડૂતોને પ્રવેશવા દેવા કે નહિ તેનો નિર્ણય તેને લેવા માટે પોતે સ્વતંત્ર છે.સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ સી.એ.બોબડે ની અધ્યક્ષતાવાળી બેન્ચે એન્ટની જનરલ કે કે વેણુગોપાલ ને કહ્યું હતું કે પોલીસ પાસે શું સત્તા છે અને તેઓ શું પગલાં લેવા જોઈએ.

તેવું કહેવાની સુપ્રીમ કોર્ટ ને કોઈ જરૂર છે? અમે આવો કોઈ જ આદેશ પોલીસને નહીં આપીએ.અને આ સમગ્ર મામલાની વધુ સુનાવણી આગામી 20 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.બીજી તરફ દિલ્હી પોલીસ સાથે અગાઉ.

ખેડૂતો નું ઘર્ષણ થઇ ચૂક્યું છે.અને એવામાં 26 મી તારીખે વધુ એક ઘર્ષણ થવાની શક્યતા છે. ભારતીય કિસાન યુનિયન લાખોવાલના.પંજાબના જનરલ સેક્રેટરી પરમજીત સિંહે કહ્યું કે 26મી રાજઘાટ.

જેવા ભારે સુરક્ષા વાળા સંવેદનશીલ વિસ્તારોમાં આ ટ્રેક્ટર રેલી કાઢવા નથી જઈ રહ્યા પણ આઉટિંગ રીંગ રોડ પર આ રેલી કાઢવામાં આવશે.પોલીસ કદાચ અનુમતિ ન આપે તો શું કરશો તેના જવાબમાં ખેડૂતે નેતાએ કહ્યું કે શાંતિપૂર્વક રેલી કાઢવી તે ખેડૂતોના બંધારણીય અધિકાર છે.

હાલ કોરોના મહામારી વચ્ચે રસી આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે એવામાં ખેડૂત નેતાઓએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી કાયદા પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે કોરોના રસી નહિ લઇએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કૃષિ કાયદાના વિરોધ વચ્ચે 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં થઈ શકે છે આ, ખેડૂતોની રેલી રોકવા પોલીસોને છૂટ,થઈ શકે ઘર્ષણ."

Leave a comment

Your email address will not be published.


*