અમેરિકામાં રહેતા વધુ એક ભારતીય યુવકનું અકસ્માતમાં કરુણ મોત… માતા પિતાનો એકમાત્ર સહારો છીનવાઈ ગયો…

Published on: 3:43 pm, Thu, 19 October 23

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં વિદેશમાં રહેતા એક ભારતીય યુવકનું કરુણ મોત થયું છે. અમેરિકામાં રહેતા દીકરાના મોતના સમાચાર મળતા જ દીકરાના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. 17 ઓક્ટોબરના રોજ ન્યુ જર્સી શહેરમાં એક અકસ્માતની ઘટના બની હતી.

આ ઘટનામાં ભરત નરવાલ નામના ભારતીય યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં ભારતના સાથીનું પણ મોત થયું હતું. મળતી માહિતી અનુસાર ત્રણ વર્ષ સાયપ્રસ અભ્યાસ કરીને ભરત ભારત આવ્યો હતો અને પછી તે અમેરિકા ગયો હતો.

ત્યારે અમેરિકામાં ગત 17 ઓક્ટોબરના રોજ અકસ્માતમાં તેનું મોત થયું છે. દીકરાના મોતના સમાચાર મળતા જ માતા-પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. ભરત હરિયાણાના કરનાલનો રહેવાસી હતો. ભરત ના પિતાએ ભાઈએ જણાવ્યું કે, સંબંધીઓ પાસેથી 40 લાખ રૂપિયાની લોન લઈને તેને અમેરિકા મોકલવામાં આવ્યો હતો.

છેલ્લા આઠ મહિનાથી તે ન્યુ જર્સી શહેરમાં એક સ્ટોરમાં કામ કરતો હતો અને તેની સાથે એક મેક્સિકન યુવક પણ ત્યાં કામ કરતો હતો. 17 ઓક્ટોબરના રોજ ભરતે રાત્રે સ્ટોર પર પોતાનું કામ પતાવી દીધું હતું. પછી તે પોતાના મિત્ર સાથે કારમાં ઘર તરફ જઈ રહ્યો હતો.

ત્યારે રસ્તામાં અચાનક જ તેમની કાર બેકાબુ બનીને ડિવાઇડર સાથે અથડાઈ હતી. જેના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો તો અકસ્માતની ઘટનામાં ભરત અને તેના મિત્ર નું કરુણ મોત થયું હતું. અકસ્માતની ઘટનાના એક દિવસ પહેલા ભરતે પોતાના માતા પિતા સાથે ફોન પર વાત કરી હતી.

તે પોતાના પપ્પાને કહેતો હતો કે પપ્પા બધું સરખું થઈ જશે ટેન્શન ન લેતા અને બીજા જ દિવસે દીકરાના મોતના સમાચાર મળતા માતા પિતા પડી ભાંગ્યા છે. ભરત તેના માતા-પિતાનો એકમાત્ર આર્થિક સહારો હતો. તે પણ હવે દુનિયામાં નથી રહ્યો. હાલમાં તો ભરતના ગામજનો અને પરિવારજનોએ ભારત સરકાર પાસે માંગ કરી છે કે તેમના પુત્રના મૃતદેહને ભારત લાવવામાં મદદ કરે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમેરિકામાં રહેતા વધુ એક ભારતીય યુવકનું અકસ્માતમાં કરુણ મોત… માતા પિતાનો એકમાત્ર સહારો છીનવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*