સાબુની ફેક્ટરીમાં અચાનક જ કંઈક એવું બન્યું કે…એક જ ગામના 5 લોકોના રિબાઈ રિબાઈને મોત… ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

Published on: 12:58 pm, Thu, 19 October 23

હાલમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક સાબુ બનાવવાની ફેક્ટરીમાં 17 ઓક્ટોબર ના રોજ અચાનક જ એક જોરદાર બ્લાસ્ટ થયો હતો આ ઘટનામાં એક જ ગામના પાંચ લોકોના મોત થયા છે. ઘટના બનતા જ મૃતકોના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

આ દુખદ ઘટનામાં સુનિલ ઠાકુર, અયોધ્યા રામ, પ્રયાગ સાહ, ચંદન કુમાર અને રૂપન સાહ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દર્દનાક ઘટના 17 ઓક્ટોબરના રોજ મેરઠમાં બની હતી. ઘટના બનતા જ પાંચ હસતા ખેલતા પરિવાર વિખરાઈ ગયા છે.

આ દુઃખદ ઘટનાના કારણે માસુમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જાણવા મળી રહ્યું છે કે સાબુ બનાવવાની ફેક્ટરીમાં અચાનક જ જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની આસપાસની ઇમારતોમાં પણ તેની અસર જોવા મળી હતી.

આ ઘટનામાં ચાર લોકોના ઘટના સ્થળે મોત થઈ ગયા હતા. જ્યારે એક વ્યક્તિનું સાંજના સમયે કરુણ મોત થયું હતું. મેરઠમાં બનેલી આ ઘટનાએ સમગ્ર મેરઠની જનતાને હચમચાવી દીધી છે. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પોલીસ ઉપરાંત ફાયર બ્રિગેડ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા પાંચેય લોકો એક જ ગામના હતા. જ્યારે પાંચ એની એક સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું. અંતિમયાત્રામાં હાજર સૌ કોઈ લોકો રડી પડ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાબુની ફેક્ટરીમાં અચાનક જ કંઈક એવું બન્યું કે…એક જ ગામના 5 લોકોના રિબાઈ રિબાઈને મોત… ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*