જામનગર ખાતે ઉજવાય અંબાણી પરિવારની ધામધૂમથી લગ્ન લખવાની રસમ..! અંબાણી પરિવારની વહુઓ તો એવી સુંદર દેખાતી હતી કે…

Published on: 4:50 pm, Thu, 22 February 24

હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર અંબાણી પરિવારની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કારણ કે અંબાણી પરિવારના આંગણે લીલા તોરણીયા બંધાઈ રહ્યા છે. હાલમાં જમવાની પરિવારના ઘરે અનંત અને રાધિકાના લગ્ન લખાયા છે અને શુભ અવસરે નીતા અંબાણી અને બંને પુત્ર વધુ સહિત તેમની દીકરીની ખાસ તસવીરો પણ સામે આવી રહી છે.

આ તસવીરોમાં જોઈ શકો છો કે તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે અંબાણી પરિવારના લગ્ન હંમેશા ચર્ચાના વિષય જ બનતા હોય છે.સૌથી ખાસ વાત તો એ છે કે માર્ચ 2024 માં તેમની પ્રિ વેડિંગ સેરેમની જામનગર ખાતે યોજાઇ રહી છે અને આ તમામ વિધિઓ જામનગર ખાતે ચાલી રહી છે.

હાલમાં જે તસવીરો સામે આવી રહી છે તેમાં નીતા અંબાણી ખુબ જ સુંદર રીતે તૈયાર થયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે નીતા અંબાણીએ પુત્ર અનંત અંબાણીની પ્રથમ સેરેમની માટે અનામિકા ખન્નાના કલેક્શન માંથી લેંઘા પસંદ કર્યા હતા અને અનંત અંબાણીના લગ્ન લખવા માટે નીતા અંબાણીએ આરી જરદોશી અને ટ્રેડ વર્કની વિગતો સાથે બહુ રંગીન લેંઘા પહેર્યા

હતા.નીતા અંબાણી ગુજરાતી જ હોવાથી પરંપરાગત રીતે લેંઘા ને ઘર ચોળા અને ચંદેરી જેવા દેખાવ આપ્યો હતો અને નીતા ભાભી એ ભારે નેક પીસ અને મેચિંગ્સ ઇયરિંગ્સ અને માંગ ટીકા સાથે તેના દેખાવને સ્ટાઇલ કર્યો છે.

લગ્ન લખાણની રસમ અંબાણી પરિવારે ખૂબ જ હરખભેર અને ભવ્ય રીતે પૂર્ણ કરી છે અને સૌથી ખાસ વાત એ છે કે અંબાણી પરિવારના લગ્નમાં વોકલ ફોર લોકલ ને વધુ પ્રમોટ કરવામાં આવ્યું છે. જેથી લગ્નમાં મહેમાનો જે ગિફ્ટ આપશે તે પણ ગુજરાતી બાંધણી હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "જામનગર ખાતે ઉજવાય અંબાણી પરિવારની ધામધૂમથી લગ્ન લખવાની રસમ..! અંબાણી પરિવારની વહુઓ તો એવી સુંદર દેખાતી હતી કે…"

Leave a comment

Your email address will not be published.


*