બારોટ પરિવારે પોતાની દીકરીને કન્યાદાનમાં આપ્યું પાંચ ગાયોનું દાન, ગાયનું દાન કરતા સમયે કહ્યુ એવું કે…

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા થરાદના કાશવી ગામ ખાતે લગ્નમાં દીકરીને પિતાએ અનોખી ભેટ આપી છે. આમ તો સામાન્ય રીતે લગ્નમાં લોકો સોનાના ઘરેણા આપતા હોય છે પરંતુ આ ગામમાં પિતાએ દીકરીના લગ્ન પ્રસંગે ગાય આપે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે લોગો લગ્ન પ્રસંગે મોટા મોટા ખર્ચાઓ કરતા હોય છે અને માત્ર અને માત્ર દેખાડો કરવા લાખો રૂપિયા પાણીની જેમ વાપરી નાખતા હોય છે ત્યારે આ પરિવારે દીકરીના લગ્ન પ્રસંગે સામાન્ય રીતે દીકરીને સોના ચાંદીના આભૂષણો તો આપ્યા જ પરંતુ સાથે સાથે બે ગીર ગાય અને ત્રણ કાંકરેજ ગાયો ભેટમાં આપી છે

ખાસ કરીને દીકરીના લગ્ન પ્રસંગે ગાયો ભેટમાં આપવા પાછળનું પિતાનું કારણ એ હતું કે દિવસે ને દિવસે લોકો જે ગાય પ્રત્યે લાગણી ભૂલી રહ્યા છે તે ફરી એકવાર ઉજાગર થાય અને લોકો ગાયનું મહત્વ સમજતા થાય જાણતા થાય આ માટે પિતાએ પોતાની દીકરીના લગ્ન પ્રસંગે પાંચ ગાયોનું દાન કર્યું છે

અને હિન્દુ શાસ્ત્રોમાં ગાયને વર્ષોથી માતાનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે પરંતુ આજે દિવસેને દિવસે જે પ્રમાણે ગાયનું મહત્વ ઘટી રહ્યું છે એટલા માટે આપણે ગાય પ્રત્યે જાગૃતિ લાવવી જરૂરી છે.આ પિતાએ દીકરીને લગ્નમાં ગાય આપીને લોકોને અપીલ કરી છે

કે કન્યાદાનમાં તમે ઘરેણા દાગીના આપો એની ના નથી પરંતુ સાથે સાથે ગાયનું દાન અવશ્ય કરજો કારણ કે હિન્દુ ધર્મમાં ગાયનું દાન એ મહાદાન માનવામાં આવે છે ત્યારે બારોટ પરિવારે દીકરીના લગ્ન પ્રસંગે ગાયોનું દાન કરતા લોકોએ પણ તેમના કાર્યને ખૂબ જ વખાણ કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*