ગુજરાતમાં વરસાદ ને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાત માટે આગામી આટલા કલાક ભારે

Published on: 7:15 pm, Tue, 31 August 21

અંબાલાલ પટેલ નિષ્ણાત દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદના આવવાના એંધાણ છે. અંબાલાલ એ કહ્યું કે એક સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે તે ઉપરાંત 2 સપ્ટેમ્બરના સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં વરસાદ આવવાની સંભાવના છે.

બીજી તરફ 2 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવે તેવી સંભાવના છે ઉપરાંત 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

13 અને 14 સપ્ટેમ્બર સુધી વરસાદી વાતાવરણ ની સંભાવના છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા, મહેસાણા માં કેટલી જગ્યાએ અતિભારે તો સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં એકથી બે ઇંચ વરસાદ પડશે એવું ખગોળશાસ્ત્રી અંબાલાલ દ્વારા કહેવામાં આવ્યું છે.

ખેડૂતોના માથે ચિંતાના વાદળો વરસાદ રૂપે વરસશે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં વરસાદી માહોલ જામવા થી સરકાર સહિત ગુજરાતના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદ આગામી પાંચ દિવસ સુધી સારો પડે તેવી આગાહી કરી છે. હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન વરસાદી ઝાપટાં પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં વરસાદ ને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાત માટે આગામી આટલા કલાક ભારે"

Leave a comment

Your email address will not be published.


*