સુરતના એક જ પરિવારની 4 મહિલાઓ સહિત 5 સભ્યો અંબિકા નદીમાં ડૂબ્યા, સાસુ-વહુ નું મૃત્યુ…

Published on: 9:32 am, Wed, 1 September 21

રાજ્યમાં આજકાલ નદીમાં નહાવા ગયેલા વ્યક્તિઓના ડૂબવાના કિસ્સાઓ ખૂબજ વધી ગયા છે. ત્યારે તેઓ દૈનિક સુરત જિલ્લાના મહુવા તાલુકાનું સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર કુમકોતર ગામની સીમમાં આવેલા જોરાવરપીર ની દરગાહ આગળ આવેલી અંબિકા નદીની આ ઘટના છે.

મળતી માહિતી મુજબ અનુસાર સુરતના એક જ પરિવારની 4 મહિલાઓ સહિત 5 સભ્યો અંબિકા નદીમાં નહાતી વખતે અચાનક ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા નદીમાંથી બે મહિલાઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ પણ ત્રણ લોકોની શોધખોળ ચાલુ છે.

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતા પરિવારના છ સભ્યો મહુવાના કુમકોતર ગામની સીમમાં આવેલા જોરાવરપીર ની દરગાહ ના દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કર્યા બાદ પરિવારના પાંચ સભ્યો અંબિકા નદીમાં ન્હાવા પડયા હતા.

નદીમાં નહાતી વખતે પાંચ સભ્યો નદીના પાણીમાં ડૂબી ગયા હતા. ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓ દ્વારા નદીમાંથી બે મહિલાઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ પણ અન્ય ત્રણ વ્યક્તિઓની શોધખોળ શરૂ છે.

મળતી માહિતી અનુસાર એક જ પરિવારના બે ભાઈઓ માતા અને પત્ની નદીમાં ડૂબી ગયા છે તેના કારણે પરિવારમાં શોક નો માહોલ સર્જાયો છે.

રૂક્ષામાલી સલીમશા ફકીર અને પરવીનશા જાવીદશા ફકીર બંને મહિલાઓનું અંબિકા નદીમાં ડૂબવાના કારણે મૃત્યુ થયું છે. આ ઉપરાંત હજુ પણ આરિકુશા સલીમશા ફકીર, સમીમબી આરીકુશા ફકીર અને રૂક્ષારબી જાકુરશા ફકીર ની શોધખોળ હજુ પણ ચાલુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!