ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય રીતે ઠંડી જોવા મળતી હોય છે તેમાં હવે ફેરફારો જોવા મળી રહ્યા છે. હાલમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય એવા અહેસાસો થવા લાગ્યા છે પરંતુ માર્ચ મહિનાના અંત પહેલા ઠંડીનો સામાન્ય અહેસાસ થવાની શક્યતાઓ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સાથે માર્ચ મહિનામાં રાજ્યનું હવામાન કેવું રહી શકે છે તે અંગે પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે.માર્ચ મહિનામાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને સાથે તેમને માર્ચની શરૂઆત પહેલા રાજ્યના હવામાનમાં મોટો બદલાવ આવવાની શક્યતા પણ વ્યક્ત કરે છે
અને તેઓ કહે છે કે માર્ચ પહેલા 22 તારીખથી ખૂબ જ વધારે કડકડતી ઠંડી શરૂ થવાની સંભાવનાઓ તેમને વ્યક્ત કરી છે.22 થી 25 તારીખ દરમિયાન ઠંડી પડવાની શક્યતા છે અને હોળી પહેલા હવામાનમાં આવનારા પલટા અંગે વાત કરીને તેમને જણાવ્યું છે કે માર્ચ મહિનામાં પ્રથમ અઠવાડિયામાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ રહેશે
અને આ સિવાય હોળી પહેલા પણ માવઠાની શક્યતાઓ જોવાઈ રહી છે. માર્ચ મહિનાની 15 તારીખ પછી પણ પલટો આવવાની શક્યતા છે.અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતઅને પંચમહાલના ભાગો ઉપરાંત કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના
ભાગોમાં આવતું થવાની શક્યતા છે અને સાથે સાથે પવનની ગતિ અને માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરીને અંબાલાલ પટેલે બાગાયતી પાક પર તેની અસર થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment