પરેશ ધાનાણીના રાજીનામા બાદ જાણો હવે કોણ આવશે વિપક્ષ ના નેતા તરીકે?

Published on: 3:37 pm, Thu, 17 December 20

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે આઠેય બેઠકો પર કોંગ્રેસનો સફાયો થતા ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણી એ રાજીનામું આપી દીધું છે. પરેશ ધાનાણી ની સાથે અમિત ચાવડાએ પણ રાજીનામું આપી દીધું છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ બંને નેતાઓના રાજીનામા પત્રને લઇને દિલ્હી ગયા છે. આ વાતને સમર્થન આપતા પરેશ ધાનાણી એ કહ્યુ કે.

પેટા ચૂંટણીના પરિણામ બાદ હાઈકમાન્ડ સમક્ષ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને પરિણામોની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું છે.પરેશ ધાનાણી ના સ્થાને વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર,પૂંજા વંશ અને અશ્વિન કોટવાલ નું નામ ચર્ચામાં છે.

અને વરિષ્ઠ ધારાસભ્ય છે એ જોતાં આ ત્રણમાંથી કોઈ એકની પસંદગી થઇ શકે છે. લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો.

કોંગ્રેસ ખાતું પણ ન ખોલી શકી હતી અને પેટાચૂંટણીમાં આઠેય બેઠક પર કોંગ્રેસ ને હારનો સામનો કરવો પડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પરેશ ધાનાણીના રાજીનામા બાદ જાણો હવે કોણ આવશે વિપક્ષ ના નેતા તરીકે?"

Leave a comment

Your email address will not be published.


*