ગુજરાત કોંગ્રેસના નેતૃત્વને લઇને રાજીવ સાતવ કરી શકે છે મોટો ધડાકો.

Published on: 10:49 am, Thu, 17 December 20

કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પરિવાર ગુજરાત આવશે અને ૧૯ ડિસેમ્બરે ફરી વાર અમદાવાદ આવશે અને તેમના આગમનના પગલે ગુજરાત કોંગ્રેસના નેતૃત્વમાં બદલાવાની અટકળો વધુને વધુ તેજ બની રહી છે.નેતા બદલવા તૈયાર થયેલ રિપોર્ટ પર દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે ચર્ચા બાદ રાજીવ સતાવ ગુજરાત આવી રહ્યા હોવાની વાતો ચર્ચાઈ રહી છે.ચર્ચા બાદ ફરી વાર ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે અને રાષ્ટ્રીય કોંગ્રેસમાં બદલાવ બાદ ગુજરાતમાં બદલાવ આવવાની શક્યતા દેખાઈ રહી છે.

રાજને જણાવ્યું કે વિધાનસભાની પેટા ચૂંટણીમાં હાર મળ્યા બાદ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી ના રાજીનામાં આપવાનો પ્રસ્તાવ અંગે પાર્ટીએ નિર્ણય લીધો નથી.કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતી રાજ્યસભાના સાંસદ અહમદ પટેલના નિધનના કારણે સંગઠનમાં ફેરફારનો નિર્ણય ને આગળ સ્થગિત કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય નેતાઓ હા લાશને નેતૃત્વમાં પરિવર્તન લાવવા ના ફાયદા અને નુકસાન વિશે વિચારી રહ્યા છે. નેતાઓમાં સર્વ સંમતિ છે કે 2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા નેતૃત્વમાં ધરખમ ફેરફાર કરવાની સખત જરૂર છે.

અને જો કોઈ ફેરફાર કરવાનું હશે તો આગામી દસ દિવસમાં કરવામાં આવશે અથવા સ્થાનિક ચૂંટણી ખતમ થાય ત્યાં સુધી પક્ષ રાહ જોશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!