ચોમાસાની ઋતુ બાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,જાણો વિગતે

355

જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ વરસાદ ની સચોટ આગાહી માટે પ્રખ્યાત છે. ગુજરાતમાં ઠંડી માટે આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ નાતાલ બાદ રાજ્યના ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધશે અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બેચરાજી, સમી, હારીજ પાલનપુર ડીસા વગેરે ભાગોમાં સતત ઠંડીનું મોજું ફરી વળશે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આણંદ, ખેડા,વડોદરાના તેમજ પંચમહાલના ભાગોમાં પણ ઠંડી પડી શકે છે. સૌરાષ્ટ્રના રાજકોટ,જૂનાગઢ, જામનગર વગેરે ભાગોમાં પણ ઠંડી પડી શકે છે.ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા ના ભાગો અંબાજી, આબુના ભાગોમાં સખત ઠંડી પડવાની શક્યતા છે. ઠંડીની શરૂઆત રવિવારથી થવાની શક્યતા રહે છે.

આગામી 28,29,30 ડિસેમ્બરના સખત ઠંડીનું મોજું ગુજરાતમાં આવી શકે છે. ગુજરાતમાં હવે ડિસેમ્બર મહિનાની અંતથી કડકડતી ઠંડીનો દોર શરૂ થયો છે. ઉતરભારતના સુસવાટા ભર્યા પવનો ગુજરાત તરફ ફરી વળ્યા છે.

જેને કારણે ગુજરાત ના વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે જેમાં પણ ક્રિસમસ બાદ હાડ થીજવતી ઠંડી ના દિવસો આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!