સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં પડ્યું મોટું ગાબડું,જાણો વિગતે

164

ગુજરાત રાજ્યમાં ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અંગે ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્ય માં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યની 31 જિલ્લા પંચાયત,231 તાલુકા પંચાયત તથા 6 મહાનગર પાલિકા અને 51 નગરપાલિકાની આવનારા સમયમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.

પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે.પોરબંદરમાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ ના પરિવારજનોએ કોંગ્રેસના ખેસ ધારણ કર્યો છે.અજય બાપોદરાના ભાઈ કોંગ્રેસમાં જોડાયા હતા.વિજય બાપોદરા 50 થી વધુ લોકોની ટીમ સાથે પંજાને અપનાવ્યો છે.આ બાપોદરા પરિવાર ભાજપને મોટું નુકશાન પહોંચાડે તેવી શકયતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!