પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શરદ પવારની બેઠક બાદ મહારાષ્ટ્રમાં નવાજૂની થવાના એંધાણ! જાણો વિગતે.

Published on: 2:34 pm, Sat, 17 July 21

મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર વચ્ચે આજે ખૂબ જ મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠક ની જાણકારી ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી હતી. મળતી માહિતી મુજબ આ બેઠક પ્રધાનમંત્રી આવાસ ખાતે યોજાયેલી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચેની બેઠક આશરે 50 મિનિટ સુધી ચાલી હતી. તેમજ થોડાક દિવસો પહેલા ચૂંટણીની રણનીતિ ઘડવા માટે પ્રશાંત કિશોરે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સાથે એક મહત્વની બેઠક યોજી હતી.

હાલમાં થોડાક દિવસો પહેલા જ મોદી સરકાર દ્વારા કેન્દ્રીય મંત્રીમંડળમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું. કેબિનેટ વિસ્તરણ દરમ્યાન મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના મોટા નેતા દેવેન્દ્ર ફડણવીસ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા.

પરંતુ આ બંને નેતાઓ માંથી એક પણ ને કેબિનેટમાં મંત્રી બનાવ્યા નહીં. ત્યારે રાજકીય ચર્ચાએ વેગ પકડ્યો કે મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણમાં ગમે ત્યારે મોટી ઉથલપાથલ થઇ શકે છે.

આ ઉપરાંત શરદ પવારે દિલ્હીમાં એની પહેલા પણ બે વખત બેઠક કરી ચૂક્યા છે. શરદ પવારે પહેલી બેઠક કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ સાથે કરી હતી.

ત્યારબાદ બીજી બેઠક શરદ પવારે રાજનાથસિંહ સાથે કરી હતી અને આ બંને બેઠકથી રાજકારણ ખૂબ જ ગરમાયું હતું. આ બંને નેતાઓ સાથે મુલાકાત બાદ હવે શરદ પવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શરદ પવારની બેઠક બાદ મહારાષ્ટ્રમાં નવાજૂની થવાના એંધાણ! જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*