જૂનાગઢમાં બનેલી દુર્ઘટનામાં પતિ અને બે દીકરાઓના મોત બાદ પત્નીએ એસિડ પીને સુસાઈડ કર્યું… ઘટના સાંભળીને આંખોમાં આંસુ આવી જશે…

Published on: 11:42 am, Wed, 26 July 23

જૂનાગઢમાં બે-ત્રણ દિવસ પહેલા કડિયાવાડ વિસ્તારમાં એક જર્જરીત થયેલી ઇમારત ધરાસાય થવાની ઘટના બની હતી. આ ઘટનામાં કુલ 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તેમાંથી ત્રણ લોકો તો એક જ પરિવારના હતા. આ દુર્ઘટનામાં એક પિતા અને તેમના બે દીકરાઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

જૂનાગઢમાં ઈમારત ધરાશાયીની દૂર્ઘટનામાં સંતાનો અને પતિના મોત બાદ એસિડ  ગટગટાવનાર પત્નીનું પણ મોત, પરિવારજનોએ કર્યા ગંભીર આક્ષેપ | After the death  of ...

પરિવારના ત્રણ સભ્યોના મોત થયા બાદ ઘરમાં એકલી વધેલી મહિલાએ એસિડ પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું પણ મોત થયું છે. આ ઘટના બનતા જ એક હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સોમવારના રોજ બપોરના સમયે જૂનાગઢમાં રહેતા સંજયભાઈ ડાભી નામના વ્યક્તિ પોતાની પોતાની પત્ની અને દીકરાઓ સાથે રિક્ષા લઈને બહાર ગયા હતા. આ દરમિયાન સંજયભાઈ ડાભીની પત્ની શાક લેવા માટે ગઈ હતી.

જૂનાગઢમાં બે માળની ઈમારત ધરાશાયી, ચાર લોકોનાં મૃતદેહ મળ્યાં, હજુ શોધખોળ  ચાલુ - BBC News ગુજરાતી

એટલે સંજયભાઈ પોતાની રીક્ષા એક મકાન પાસે ઉભી રાખી હતી. ત્યારે અચાનક જ એક જર્જરીત થયેલી ઇમારત નીચે પડી હતી. જેના કારણે સંજયભાઈ અને તેમના બંને દીકરાઓ ઘાટમાળની નીચે દટાઈ ગયા હતા. ત્યાર પછી તો શોધખોળ દરમિયાન સંજયભાઈ અને તેમના બંને દીકરાઓના મૃતદેહ કાટમાળની નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા.

જૂનાગઢમાં બે માળની ઈમારત ધરાશાયી, 4 લોકોના દટાયાની આશંકા - Proud of Gujarat

આ ઘટના બનતા જે ડાભી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. એક જ ઝટકામાં હસતો ખેલતો ડાભી પરિવાર વિખરાઈ ગયો હતો. આ ઘટનાના કારણે સંજયભાઈની પત્નીને ભારે આઘાત લાગ્યો હતો. પતિ અને બંને દીકરાઓનું મોત થતાં મયુરીબેન ડાભી રડી રડીને અડધા થઈ ગયા હતા.

આઘાતમાં મયુરી બહેને પોતાના ઘરમાં એસિડ પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બનતા જ પરિવારના સભ્યો મયુરીબેન ને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન આજરોજ તેમનું મોત થયું છે. આ દુઃખદ ઘટના બનતા જ મૃતકના પરિવારજનો અને આસપાસના વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જૂનાગઢમાં બનેલી દુર્ઘટનામાં પતિ અને બે દીકરાઓના મોત બાદ પત્નીએ એસિડ પીને સુસાઈડ કર્યું… ઘટના સાંભળીને આંખોમાં આંસુ આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*