સાવ એટલે સાવ નાની એવી વાતમાં પત્નીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… જાણો શું છે સુસાઇડ પાછળનું કારણ…

Published on: 11:09 am, Wed, 26 July 23

દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે, જેમાં નાની નાની વાતમાં યુવાન કે યુવતી સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પરિણીત મહિલાએ પોતાની રૂમમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. સુસાઇડ પાછળનું કારણ જાણીને તમે પણ ચોકી ઉઠશો.

જાણવા મળી રહ્યું છે કે મહિલાના પતિએ તેને મોબાઈલ આપવાની ના પાડી હતી. પછી મહિલાએ પોતાના રૂમમાં જઈને ગળાફાંસો ખાઈ લીધો હતો. આજ રોજ સવારે મહિલાનું મૃતદેહ તેની રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યું હતું. ત્યારબાદ પરિવારના સભ્યોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહે છે. વિગતવાર વાત કરીએ તો, ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના બિસંડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બેલગામમાં આ ઘટના બની હતી.

અહીં આજ રોજ સવારે 20 વર્ષની ગુંજન નામની મહિલાનું મૃતદેહ રૂમમાંથી લટકતી હાલતમાં મળી આવ્યું હતું. મહિલાના પતિએ પોલીસને જણાવ્યું કે, તેના લગ્ન આઠ ફેબ્રુઆરી 2023 ના રોજ થયા હતા. ગુંજન ઘણા દિવસોથી નવો ફોન લાવી દેવાની વાતો કરતી હતી. પરંતુ તેનો પતિ વારંવાર ફોન આપવાની ના પાડી રહ્યો હતો.

વધુમાં મહિલા ના પતિએ જણાવ્યું કે, ગઈકાલે રાત્રિના સમયે અમે બંને સાથે ડિનર કર્યું હતું. આ પછી તેને પોતાના માતા પિતા સાથે વાત કરવા માટે મારી પાસે ફોન માગ્યો હતો. એટલે મેં ફોન આપ્યો હતો. વાત થઈ ગયા ને થોડાક સમય બાદ તેને ફરીથી માતા-પિતા સાથે વાત કરવા માટે મારી પાસે ફોન વાગ્યો હતો. એટલે મેં તેને ફોન આપવાની ના પાડી હતી.

જેના કારણે તે ખૂબ જ ગુસ્સામાં આવી ગઈ હતી અને પોતાની રૂમમાં જઈને સૂઈ ગઈ હતી. ત્યારે હું ઘરના વાડામાં સુઈ ગયો હતો. જ્યારે તે સવારે રૂમમાંથી બહાર ન નીકળી તો મેં બારીમાંથી ડોકિયું કર્યું હતું. ત્યારે તેનું મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. પછી આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાવ એટલે સાવ નાની એવી વાતમાં પત્નીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… જાણો શું છે સુસાઇડ પાછળનું કારણ…"

Leave a comment

Your email address will not be published.


*