વડોદરામાં પુરપાડ ઝડપે જતી કારનો એટલો ભયંકર અકસ્માત સર્જાયો કે… 24 વર્ષના યુવકનું કરુણ મોત… રોડ પર કોઈ ન હતું નહીંતર અમદાવાદવાળી…

Published on: 12:16 pm, Wed, 26 July 23

વડોદરામાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વડોદરામાં મોડી રાત્રે પંડ્યા બ્રિજ પાસે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીની કમ્પાઉન્ડમાં પ્રચંડ ધડાકા સાથે કાર અથડાઈ હતી. આ કારની ઝડપ આટલી વધારે હતી કે કમ્પાઉન્ડની દીવાલ તૂટી ગઈ હતી. જ્યારે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઈ ગયો હતો.

વડોદરામાં ફુલ સ્પીડમાં કાર બ્રિજ પરથી ઊતરી ને ધડાકાભેર અથડાતા દીવાલ ધરાશાયી,  ચાલકનું મોત, રોડ પર કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી | Car crashes into ...

આ ઘટનામાં કાર ચાલકનું કરુણ મોત થયું છે. જ્યારે કારમાં સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. આ અકસ્માતની ઘટના બની ત્યારે રોડ પર કોઈ ન હતું. જેના કારણે કોઈ પણ પ્રકારની મોટી જાનહાનિ થઈ નથી, જો અહીં લોકો હાજર હોત તો ઇસ્કોન બ્રિજ જેવી મોટી દુર્ઘટના બની શકેત.

મૃતક કારચાલક ગુંજનની ફાઈલ તસવીરો

વડોદરામાં આ ભયંકર અકસ્માતની ઘટના મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર અર્જુનસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર અને 24 વર્ષીય ગુંજન જીગ્નેશભાઈ સ્વામી નામના બંને યુવકો કારમાં સવાર થઈને રાત્રિના સમયે પાડ્યા બ્રિજ તરફ ખૂબ જ ઝડપમાં જઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે બંને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં અચાનક જ કાર બેકાબુ બની ગઈ હતી. બેકાબુ બનેલી કાર એટલી વધારે સ્પીડમાં હતી કે, પંડ્યા બ્રિજ પરથી કાર ઉતરીને 50 મીટર દૂર આવતા ફૂડ એન્ડ ડ્રગ્સની કચેરીના કમ્પાઉન્ડની દિવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. કાર કટલે સ્પીડમાં હતી તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

મોડી રાત્રે અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ કારમાં સ્વર બંને યુવકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન ગુંજનનું મોત થયું હતું. ગુંજનના મોત ના સમાચાર મળતા જ તેનો પરિવાર દોડતો થઈ રહ્યો હતો. આ ઘટનાને લઈને હાલમાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વડોદરામાં પુરપાડ ઝડપે જતી કારનો એટલો ભયંકર અકસ્માત સર્જાયો કે… 24 વર્ષના યુવકનું કરુણ મોત… રોડ પર કોઈ ન હતું નહીંતર અમદાવાદવાળી…"

Leave a comment

Your email address will not be published.


*