પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રદેશ કોંગ્રેસ માં હલમચાલ, આ દિગ્ગજ નેતાના પદ જોખમમાં

Published on: 11:09 am, Thu, 12 November 20

ગુજરાત સહિત સમગ્ર દેશમાં યોજાયેલી ચૂંટણી અને પેટા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડયો છે. ગુજરાત રાજ્યમાં યોજાયેલી 8 બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો જોવા મળ્યો જ્યારે બિહાર ચૂંટણીમાં ગત ચૂંટણી કરતાં આ વર્ષે ઓછી બેઠકો આવી છે.ગુજરાત ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ હાઈ કમાન્ડે પ્રદેશ કોંગ્રેસ પાસે રિપોર્ટ માગતા હલમચાલ જોવા મળ્યો છે.

ગુજરાતમાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ પ્રદેશ કોંગ્રેસ માં મોટા ઉલેટ ફેર થઈ તેવી શક્યતાઓ જોવા મળી રહે છે. કોંગ્રેસની હાર બાદ હાઇકમાન્ડ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.રાજ્યની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ હાઈ કમાન્ડે પ્રદેશ કોંગ્રેસ પાસેથી રિપોર્ટ માંગ્યો છે.

ત્યારે અટકળો લગાવવામાં આવી રહી છે કે રાજ્યમાં પ્રદેશ પ્રમુખ ઉપરાંત વિપક્ષના નેતા સહિત રાજ્યના પ્રભારી નું પદ જોખમમાં જોવા મળી રહ્યું છે.

સૌરાષ્ટ્ર બેઠક પર કોંગ્રેસની આ સૌથી મોટી શરમજનક હાર છે.અને પેટા ચૂંટણીમાં આઠમાંથી આઠ બેઠક પર ભાજપની જીત.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!