પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ ભાજપ માટે આવ્યા માઠા સમાચાર,જાણો વિગતે

Published on: 2:59 pm, Thu, 12 November 20

પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ ભાજપના દિગ્ગજ નેતા અને મહેમદાવાદ ના પૂર્વ ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણ નું નિધન થયું છે.તેમના નિધનથી ભાજપમાં શોકની લાગણી ફરી વળી છે અને તેમના નિધનને લઈને ભાજપના સાંસદ દેવુંસિંહ ચૌહાણે ટ્વિટ કરીને શ્રદ્ધાજંલી પાઠવી છે. તેમને જણાવ્યું કે મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય . આ ભાજપ માટે ખૂબ જ ખરાબ સમાચાર છે.

અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણ સાહેબ ની દુકાન નવસાદ ના સમાચાર ખુબ જ વ્યથિત કરે તેવા છે.ખેડા જિલ્લાની મહેમદાવાદ બેઠક પરથી ભાજપના મેન્ડેટ પરથી સુંદરસિંહ ચાર ચાર ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા તેમજ બે વખત મંત્રી પણ રહી ચૂક્યા છે.

મહેમદાવાદ તાલુકાના ખાત્રજ માં રહેતા અને ભાજપના નેતા સુંદરસિંહ ભલાભાઇ ચૌહાણ નરેન્દ્ર મોદી સરકાર સમયે સુંદરસિંહ શ્રમ-રોજગાર મંત્રી.

સમાજ કલ્યાણ મંત્રી અને સંસદીય સચિવ તરીકે સેવા આપી હતી. આ ભાજપ માટે ખૂબ જ ખરાબ સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!