કેદારનાથથી ફરીને ઘરે આવ્યા બાદ વડોદરાની યુવતીને માથામાં દુખાવો ઉપાડ્યો, હોસ્પિટલમાં ડોક્ટર યુવતીને બ્રેઈનડેડ જાહેર કરી, પરિવારે અંગદાન કરીને પાંચ લોકોને નવું જીવનદાન આપ્યું…

Published on: 9:48 am, Wed, 8 June 22

વડોદરામાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. વડોદરામાં મલ્ટીનેશનલ કંપનીમાં ઇલેક્ટ્રિક એન્જિનિયર તરીકે કામ કરતી કોમલ પટેલ નામની યુવતીને 5 જૂનના રોજ રાત્રે ગંભીર હાલતમાં પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી હતી. અહીં સારવાર દરમિયાન હોસ્પિટલમાં હાજર તબીબોએ કોમલ પટેલને બ્રેઈનડેડ જાહેર કરી હતી.

કોમલના મૃત્યુ થયા બાદ પરિવારની સંમતિ લઈને તેનું અંગ દાન કરવામાં આવ્યું હતું. કોમલનું હૃદય, લીવર, કિડની, આંખો અને વાળનું જરૂરિયાતમંદ દર્દીઓને અંગ દાન કરવામાં આવ્યું હતું. કોમલના અંગદાન ના કારણે પાંચ લોકોને નવું જીવનદાન મળ્યું હતું. કોમલ પટેલ કેદારનાથ ગઈ હતી.

ત્યાંથી ઘરે પરત ફર્યા બાદ કોમલને માથાના ભાગે ગંભીર દુખાવો શરૂ થયો હતો. અચાનક જ કોમલને આંચકીઓ આવવા લાગી હતી. જેનાથી પરિવારના સભ્યો તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં કોમલ પટેલનું સેરેબ્રલ વેનસ થ્રોમ્બોસિસનું નિદાન કરવામાં આવ્યું હતું.

પરંતુ તેની તબિયત વધુ પડવાના કારણે તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી. છેવટે ડોક્ટરે કોમલ પટેલને બ્રેઈનડેડ જાહેર કરી હતી. કોમલ પટેલના મૃત્યુ બાદ પારૂલ સેવાશ્રમ હોસ્પિટલના નિષ્ણાંતોએ કોમલના પરિવારને અંગદાનનો મહિમા સમજાવ્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો અંગદાન કરવા માટે સંમત થયા હતા.

સરકારી કર્મચારી એવા કોમલના ભાઇ વિશાલ પટેલે કહ્યું કે, માતા અને બહેન કેદારનાથ ગયા હતા. બંને કેદારનાથથી ઘરે પરત ફર્યા ત્યારે બહેન કોમલ પટેલના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ કોમલ પટેલને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

જ્યાં હોસ્પિટલમાં કોમલ પટેલને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવી હતી. કોમલ પટેલ ના પરિવારના લોકોએ વાળનું દાન કરીને કેન્સરના દર્દીઓને પણ એક આશાનું કિરણ આપ્યું છે. આ ઉપરાંત કોમલ પટેલના હદય, લીવર, કિડની અને આંખનું દાન કરવામાં આવ્યું હતું. જેનાથી પાંચ લોકોને નવું જીવનદાન મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેદારનાથથી ફરીને ઘરે આવ્યા બાદ વડોદરાની યુવતીને માથામાં દુખાવો ઉપાડ્યો, હોસ્પિટલમાં ડોક્ટર યુવતીને બ્રેઈનડેડ જાહેર કરી, પરિવારે અંગદાન કરીને પાંચ લોકોને નવું જીવનદાન આપ્યું…"

Leave a comment

Your email address will not be published.


*