ખેડૂતો માટે ખુશીના સમાચાર : રાજ્યમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી લીધી, આ દિવસ પછી વાવણી લાયક વરસાદની આગાહી…

Published on: 10:10 am, Wed, 8 June 22

ગુજરાતી જનતા કાળઝાળ ગરમીથી પરેશાન થઈ ગઈ છે. ત્યારે ગઇકાલે ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદે ભારે પવન સાથે ધમાકેદાર એન્ટ્રી લીધી છે. વરસાદની એન્ટ્રી થતાં જ સૌરાષ્ટ્રના લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં 15 જૂન સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદના કેદારે એન્ટ્રી છે. ગઈકાલે સાવરકુંડલામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત લાઠી અને દામનગરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ એન્ટ્રી લીધી હતી.

ગઈકાલે સાવરકુંડલામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને અચાનક ભારે પવન સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઇ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં ભીમ અગિયારસ બાદ ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ થઇ શકે તેવી શક્યતાઓ છે.

ગઈકાલે આવેલા વરસાદના કારણે તાલુકાના રસ્તાઓ પાણીથી રેલમછેલ થઇ ગયા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થશે તેવી શક્યતાઓ છે. વરસાદ પડવાના કારણે આગામી દિવસોમાં તાપમાનમાં 3 ટકાનો ઘટાડો નોંધાઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં દમણ, વલસાડ અને નવસારીમાં વરસાદ મન મૂકીને વરસી શકે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદ વીજળીના કડાકા-ભડાકા સાથે એન્ટ્રી લેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે ખુશીના સમાચાર : રાજ્યમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી લીધી, આ દિવસ પછી વાવણી લાયક વરસાદની આગાહી…"

Leave a comment

Your email address will not be published.


*