રાત્રી કર્ફ્યુ ના કડક નિયમો લગાવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી એ તાબડતોડ બોલાવી કેબિનેટ મીટીંગ, આ મુદ્દા પર ચર્ચા સંભવ

138

ગુજરાત રાજ્યમાં ગઈકાલે રાત્રે કડક નિયંત્રણો તથા રાત્રિ કરફ્યુ ના નિર્ણય બાદ મુખ્યમંત્રી રૂપાણી ફરીથી બેઠક બોલાવી છે. મહામારી ના સંકટ વચ્ચે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળશે. ગઈકાલે રાત્રે કશું ના કડક નિયમો બાદ આજે ફરીથી મુખ્યમંત્રી રૂપાણી રાજ્ય સરકારની કેબિનેટ બેઠક બોલાવી છે.

જેમાં વાયરસ સામે લડવાની રણનીતિ મુદ્દે ચર્ચા બાદ કેટલાક નિર્ણયો લેવાય શકે છે. મુખ્યમંત્રી રૂપાણી અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી છે.

જેમાં રાજ્ય સરકાર તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ સામેલ થશે. બેઠકમાં કોરોનાવાયરસ મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને પ્રભારી મંત્રીઓને આપવામાં આવેલી જવાબદારી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.

પ્રભારી મંત્રી દ્વારા જે તે વિસ્તારમાં કરવામાં આવેલ કામગીરી મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. રાજ્યના દર્દીઓને અત્યારે સૌથી વધારે જરૂર ઓક્સિજનની છે.

ત્યારે ઓક્સિજન પ્લાન્ટ ના નિર્માણની કામગીરી ની સમીક્ષા પણ કરવામાં આવશે. વેક્સીનેશન કામગીરી અને સપ્લાય મુદ્દે પણ સમીક્ષા કરાશે.

આ સાથે જ વેક્સિન ના વધુ ઓર્ડર મુદ્દે કોઈ નિર્ણય આવે તેવી શક્યતા છે અને 36 શહેરોમાં રાત્રે કરફ્યુ અને નિયંત્રણો ના અમલવારી મુદ્દે પણ મંત્રીઓ સાથે મુખ્યમંત્રી મિટીંગ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!