હજુ સુધી ખેડૂતોના ખાતામાં કેમ જમા નથી થઈ રકમ ? જાણો કારણ.

119

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નો હપ્તો સામાન્ય રીતે 20 એપ્રિલ સુધીમાં આવે છે પરંતુ આ વખતે થોડો વિલંબ થયો છે. આપને જણાવી દઇએ કે ટૂંક સમયમાં સરકાર તમારા ખાતામાં 2000 રૂપિયા ક્રેડિટ કરવા જઈ રહી છે.

આ યોજના અંતર્ગત સરકાર દર વર્ષે 3 હપ્તામાં ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. 8 માં હપ્તા માટે પૈસા ટૂંક સમયમાં મળશે.

જોકે આ હપ્તા મોકલવામાં મોડું થઈ ગયું છે. માહિતી મળી રહી છે કે આ હપ્તા ની રકમ ચાલુ મહિનામાં મળી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે.

કે મહામારી ની કટોકટીના કારણે આ વખતે આપવામાં વિલંબ થઈ રહ્યો છે આ સિવાય તેનો લાભ મેળવનારા અયોગ્ય ખેડૂતો પાસેથી પૈસા વસૂલ કરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

પ્રક્રિયા પૂર્ણ થયા પછી લગભગ 19 હજાર કરોડની રકમ પ્રથમ હપ્તા તરીકે લગભગ 9.5 કરોડ ખેડૂતો ને આપવામાં આવશે. 8 માં હપ્તાની રકમ પહેલી એપ્રિલથી મળવાની શરૂઆત થવાની હતી.

પરંતુ તે ખેડૂતોના ખાતામાં આવ્યા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે 10 મે સુધીમાં ખેડૂતોના ખાતામાં જોવા મળી શકાશે.જોકે કેન્દ્ર સરકાર દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!