જેલમાંથી બહાર નીકળીને ભાઈ પોતાની સગી બહેનનો જીવ લઈ લીધો… જીવ લેવાનું કારણ જાણીને રૂવાડા બેઠા થઈ જશે…

Published on: 3:45 pm, Sat, 22 July 23

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ભુજ તાલુકાના ભારાસર ગામે એક સગા ભાઇ પોતાની જ બહેનનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા સમગ્ર કચ્છની જનતા હચમચી ગઈ છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આરોપી ભાઈ રાજકોટ જેલમાં સજા ભોગી રહ્યો હતો, તે પેરોલ પર છૂટ્યો હતો.

જેલમાંથી છૂટ્યા બાદ તે પોતાની નાની બહેનના ઘરે ગયો હતો. તેની નાની બહેનના લગ્ન થઈ ગયા હતા. જાણવા મળી રહ્યો છે કે બહેન પિયર પક્ષ સંબંધ ન રાખતી હતી આ વાતથી તેનો ભાઈ ખૂબ જ નારાજ હતો. જેથી ગુસ્સામાં ભરાયેલા ભાઈ ધારદાર વસ્તુ વડે પોતાની બહેન ઉપર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો.

બહેનનો જીવ લીધા બાદ આરોપી ભાઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જીવ લેવા પાછળનું કારણ જાણવા મળી રહ્યું છે કે, બહેન માવતર પક્ષ સાથે સંબંધ ન રાખતી હતી. આ વાતનું તેના ભાઈને મન દુઃખ હતું અને જેના કારણે ભાઈએ પોતાની બહેનનો જીવ લઈ લીધો હતો.

મળતી માહિતી અનુસાર આરોપી ભાઈ ચાર પાંચ દિવસ પહેલા જેલમાંથી બહાર આવ્યો હતો અને પછી તેને પોતાની બહેનનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બહેન ઘણા લાંબા સમયથી પિયરમાં માવતર પાસે મળવા જતી ન હતી આ વાતનું ભાઈને મન દુઃખ હતું. એટલા માટે તેને પોતાની બહેનનો જીવ લીધો તેવું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment on "જેલમાંથી બહાર નીકળીને ભાઈ પોતાની સગી બહેનનો જીવ લઈ લીધો… જીવ લેવાનું કારણ જાણીને રૂવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*