પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું મહત્વનું નિવેદન,જાણો વિગતવાર

230

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ 7 બેઠક ઉપર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા.પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું હતું. તેમને કહ્યું કે ભાજપાના જાહેર થયેલા તમામ ઉમેદવારોને અભિનંદન અને હાર્દિક શુભેચ્છા પાઠવું છું.

મનેપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની જનતા હમેશા ગુજરાત સરકારને વિકાસની રાજનીતિનું સમર્થન કરી સર્વે ઉમેદવારોને વિજયી બનાવશે. ભાજપના સૈનિકોની જેમ સમર્પિત કાર્યકર્તાઓ પરિશ્રમથી આ વિજય ભવ્ય બનાવશે.કોંગ્રેસ માં મોટાપાયે તોડફોડ થતા.

માર્ચમાં 5 અને એ પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના ધારાસભ્ય રાજ્ય સભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા. આ બેઠકો ખાલી પડી હતી જેના પગલે 3 નવેમ્બરના.

રોજ પેટા ચૂંટણીનું મતદાન યોજવા જઇ રહ્યું છે. 10 નવેમ્બરના રોજ આ ચૂંટણીનું પરિણામ આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જુરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!