ભાજપ પ્રદેશ પ્રમુખ માટે આ બે સીટ બનશે માથાનો દુ:ખાવો, સી.આર.પાટિલ માટે આ પ્રતિષ્ઠાનો જંગ

Published on: 8:46 pm, Sun, 11 October 20

ગુજરાત વિધાનસભાની આઠ પેટા ચૂંટણી ભાજપ જીતે કે કોંગ્રેસ સરકારમાં કોઈ ફેર પડવાનો નથી પરંતુ કોરોના કાળમાં બેઠકોની ચૂંટણી થઈ રહી છે પણ સૌથી મોટો નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ને પડવાનો છે, કારણ કે તેઓની પહેલી ચૂંટણી છે અને તેમની પસંદગી હાઈ કમાન્ડે શા માટે કરી તે બતાવવાની તેમની પાસે આ પ્રથમ તક છે. પ્રદેશ પ્રમુખના અનેક દાવેદારો હતા પરંતુ તમામના છેદ ઉડાવીને આખરે હાઈ કમાન્ડે દક્ષિણ ગુજરાતના દિગ્ગજ નેતા સાંસદ સી.આર.પાટીલ પર પસંદગી ઉતારી છે.તેમણે સૌ પ્રથમ તો દક્ષિણ ગુજરાતની બેઠકો પર પોતાની તાકાત બતાવી પડશે અને જો આ બેઠકો જીતશે તો બતાવી શકે ઘરનો ગઢ મજબૂત છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દક્ષિણ ગુજરાતના હોવાના કારણે ડાંગ અને કપરાડા બેઠક ની પેટાચૂંટણી તેમના માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે અને જો ભાજપ બંને બેઠકો જીતી જાય તો આવનારી વિધાનસભા ચૂંટણીમાં બેઠકો જીતવી ખૂબ જ આસાન બની જશે. પ્રદેશ પ્રમુખ બનાવવાની સાથે સી.આર.પાટીલ સૌથી મોટો હુંકાર 2021 ની વિધાનસભા ચૂંટણીમાં 180 બેઠકો જીતવાનો દાવો કર્યો છે.

ભાજપને દક્ષિણ ગુજરાતમાં ફાયદો કરતાં કોંગ્રેસને સૌથી મોટું નુકસાન છે. ડાંગ અને કપરાડા બેઠકોમાં કોંગ્રેસનું શાસન છે અને ભાજપ સતત અહીં પગ જમાવવાની કોશિશ કરી રહ્યું છે.ભાજપની સામે કોંગ્રેસ અહીં પેટાચૂંટણીમાં મજબૂત સ્થિતિમાં છે.

તે હવે હાથમાંથી સરકી જશે કેમ કે કોંગ્રેસ પાસે આદિવાસી વિસ્તારમાં બે જાણીતા ચહેરા એક જ ઝાટકે હાથમાંથી જતા રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!