લગ્નના 5 મહિના બાદ પતિએ ધારદાર વસ્તુ વડે પત્નીનો જીવ લઈ લીધો – જાણો શું છે સમગ્ર મામલો…

Published on: 10:53 am, Fri, 26 November 21

સાણંદ વિસ્તારની હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સાણંદ વિસ્તારમાં હોળી ચકલા નજીક આવેલા ગઢવી વાસમાં ભાડાના મકાનમાં રહેતા પતિએ ધારદાર વસ્તુ વડે પોતાની પત્નીનો જીવી લઈ લીધો અને ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

આ ઘટના બનતા જ સમગ્ર સાણંદમાં અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આજથી ચાર દિવસ પહેલા ભાડાના મકાનમાં રહેવા આવેલા હિતેશભાઈ ગોહિલ અને હંસાબેન ના લગ્ન અંદાજે 12-7-2021 ના રોજ થયા હતા.

મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ સવારે લગભગ પોણા 10 વાગ્યાની આસપાસ મકાનમાંથી ખૂબ જ દુર્ગંધ આવવાના કારણે પાડોશીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘર નો લોક ખોલી ને ઘરમાં ગયા ત્યારે હંસાબેનનું મૃતદેહ ઘરની અંદરથી મળી આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર પતિ પોતાનો મોબાઈલ બંધ કરીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો તેના કારણે પોલીસની શંકાઓ પ્રબળ બની ગઇ હતી. મળતી માહિતી અનુસાર હંસાબેન નું જીવ તેના પતિએ લીધો છે એવું સામે આવી રહ્યું છે.

આ સમગ્ર ઘટનાને લઇને હંસાબેન ના ભાઈ પોલીસ સ્ટેશનમાં હિતેશ ની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે હિતેશભાઈ પોતાની પત્નીનો જીવ ઘરકંકાસના કારણે લઈ લીધો છે તેવી શક્યતાઓ છે.

પતિની ધરપકડ થયા બાદ સમગ્ર ઘટનાનું મુખ્ય કારણ સામે આવશે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે પોતાની ત્રણ અલગ અલગ ટીમો બનાવી છે અને હિતેશભાઈ ની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!