અમીરગઢના બાઈક ચાલકને બચાવવા જતા ટ્રક ડીવાઇડર પર ચઢી ગયો, ટ્રકનો સામાન હાઈવે રોડ પર…

Published on: 2:38 pm, Fri, 26 November 21

અમીરગઢ તાલુકાના ધાનપુરા ગામના પાટિયા પાસે ગઈકાલે ગુરૂવારના રોજ મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર એક ટ્રક ચાલકો બાઇકચાલકને બચાવવા જતાં ટ્રક ડિવાઈડર પર ચડી ગયો હતો અને તેના કારણે અકસ્માત સર્જાયો હતો.

પરંતુ ત્યારે ટ્રક પલટી ખાઇ ગયો હતો અને ટ્રક પલ્ટી ખાઇ જતા ટ્રકમાં ભરેલો સામાન રોડ પર વિખરાઈ ગયો હતો તેના કારણે હાઇવે રોડ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર ગઈકાલે ગુરૂવારના રોજ ધનાપુરા પાટીયા પાસે રાજસ્થાન તરફથી આવતો ટ્રક ચાલકને બચાવવા જાય છે અને ટ્રક બેકાબૂ થઈ જાય છે ત્યારે તે ટ્રક ડીવાઇડર પર ચઢી જાય છે અને તેના કારણે ટ્રક પલટી ખાઈ જાય છે.

તેના કારણે હાઇવે રોડ પર ગંભીર અકસ્માત સર્જાય છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ટ્રકમાં ભરેલો સામાન હાઈવે રોડ પર વિખરાઈ ગયું હતું. તેના કારણે હાઇવે રોડ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.

ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને હાઈવે પર ટ્રાફિકને નિયંત્રણમાં લાવવાની કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં બાઇક સવાર અને ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!