ભરૂચ-ચાવજ રોડ પર પગુથણ ગામે એક વ્યક્તિનું મૃતદેહ વૃક્ષ પર લટકતી હાલતમાં મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ મૃતદેહ સજોદ સાર્વજનિક હાઇસ્કૂલના આચાર્યનું છે. મળતી માહિતી અનુસાર પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે વ્યક્તિએ પોતે જ પોતાનું જીવન ટુંકાવ્યું છે.
મળતી માહિતી અનુસાર અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના 49 વર્ષીય આચાર્ય વિરન ઘડીયારેની મૃતદેહ વૃક્ષ પર લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. મળતી માહિતી અનુસાર આચાર્ય વીરાને ઘડિયાળી ઉપર ધોરણ 10ની વિદ્યાર્થીને સ્કૂલે બોલાવી કારમાં બેસાડી અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જેના પાંચ દિવસ બાદ આચાર્યનું મૃતદેહ વૃક્ષ પર લટકતી હાલતમાં ભરૂચ-ચાવજ વચ્ચે આવેલ પગુથણ ગામેથી મળી આવ્યું હતું. ત્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે હિરેન એ પોતે જ પોતાનું જીવન ટુંકાવ્યું છે હાલમાં આવી પુષ્ટિ થઇ રહી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સ્થળેથી ડાયરી માં લખેલા લખાણ અંગે હેન્ડરાઇટિંગ એક્સપર્ટ અને FSL ના રીપોર્ટની રાહ જોવાઇ રહી છે.
આ ઘટનાને લઈને એવી માહિતી એ જોર પકડ્યું છે કે યુવતીની છેડતી ની ફરિયાદ બાદ બદનામી અને સજાના ડરના કારણે હિરેને આ પ્રકારનું પગલું ભર્યું હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ડાયરીમાં લખાણ કોનું છે તે હજુ જાણવા મળ્યું નથી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!