પ્રેમ લગ્નના 3 મહિના બાદ મહિલાએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… જાણો શું છે સુસાઈડ પાછળનું કારણ…

Published on: 11:21 am, Sun, 20 August 23

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે શુક્રવારના રોજ બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મૃત્યુ પામેલી મહિલાએ ત્રણ મહિના પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલી મહિલાના પરિવારજને મહિલાના સાસરિયાં પર જીવ લેવાનો આરોપ લગાવ્યો હતો.

આ ઘટના ઝાંસીમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ કાજલ હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી. કાજલની માતાએ જણાવ્યું કે, અમે લગ્નમાં દીકરીને દહેજ આપ્યું ન હતું. પછી સાસરિયાવાળા દીકરીને દહેજ માટે હેરાન કરવા લાગ્યા હતા. દહેજ માટે તેઓ 70,000 ની માંગણી કરી રહ્યા હતા.

છેલ્લા દસ દિવસથી અમે તેને પિયરમાં બોલાવી રહ્યા હતા, પરંતુ જમાઈ વિપુલ તેને અહીં પિયરમાં આવવાની ના પાડતો હતો. પછી શુક્રવારના રોજ કાજલના મોતના સમાચાર મળ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી કાજલના માતાનું કેવું છે કે, અમે લગ્નમાં દહેજ નહોતું આપ્યું એટલે સાસરિયાવાળાએ અમારી દીકરીનો જીવ લઈ લીધો છે.

જાણવા મળી રહ્યું છે કે લગભગ બે વર્ષ પહેલા કાજલ એક લગ્નમાં તેના મામાના ઘરે ગઈ હતી. અહીં તેને વિપુલ સાથે મિત્રતા થઈ ગઈ હતી અને પછી મિત્રતા પ્રેમ સંબંધમાં બદલાઈ ગયા છે. પછી 15 મે 2023 ના રોજ કાજલ અને વિપુલે મંદિરમાં લગ્ન કર્યા હતા અને પછી કાજલ સાસરે રહેવા લાગી હતી.

કાજલના પરિવારના સભ્યો આ લગ્ન માટે માનતા ન હતા. પરંતુ કાજલની જીદના કારણે તેમના પરિવારજનોએ લગ્નની હા પાડી દીધી હતી. પછી તો કાજલે શુક્રવારના રોજ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પ્રેમ લગ્નના 3 મહિના બાદ મહિલાએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… જાણો શું છે સુસાઈડ પાછળનું કારણ…"

Leave a comment

Your email address will not be published.


*