ન્હાવાની મજા બની ગઈ મોતની સજા…! મિત્રની નજર સામે નદીમાં ડૂબી જતા 18 વર્ષના યુવકનું મોત… પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો…

Published on: 11:43 am, Sun, 20 August 23

હાલમાં બનેલી એક દુખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મિત્રો સાથે નદીમાં ન્હાવા ગયેલા એક યુવક સાથે કંઈક એવી ઘટના બની કે તેનો આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર યુવક તેના મિત્રો સાથે રામગંગા નદીમાં ન્હાવા માટે ઉતર્યો હતો. ત્યારે અચાનક જ યુવક નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો.

આ ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર કોઈ પણ લોકોને તરતા આવડતું ન હતું. એટલા માટે નદીમાં ડૂબી રહેલા યુવકને કોઈ બચાવી શક્યું નહીં. આ કારણસર મિત્રની નજર સામે મિત્રનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું.

આ ઘટના ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાંથી સામે આવી રહી છે. અહીં મિત્ર સાથે રામગંગા નદીમાં ન્હાવા ઉતરેલો યુવક પાણીમાં ડૂબી ગયો હતો. સમગ્ર ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાં ડૂબી ગયેલા યુવકની શોધખોળ શરૂ કરી દીધી હતી.

લગભગ કલાકોની મહેનત બાદ યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસે પંચનામુ કર્યું હતું અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ કાદીર હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી. કાદિર તેના મિત્રો સાથે સાંજે 6:30 વાગ્યાની આસપાસ રામગંગા નદીમાં મોજ મસ્તી કરવા માટે ઉતર્યો હતો.

ત્યારે અચાનક જ કાદિન તેના મિત્રોની સામે પાણીમાં ડૂબવા લાગ્યો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા પરંતુ ત્યાં હાજર કોઈ લોકોને તરતા આવડતું ન હતું. જેના કારણે બધાની નજર સામે પાણીમાં ડૂબી ગયો હતો અને તેનું મોત થયું હતું. આ ઘટનાની માહિતી મળતા જ કાદિરના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ન્હાવાની મજા બની ગઈ મોતની સજા…! મિત્રની નજર સામે નદીમાં ડૂબી જતા 18 વર્ષના યુવકનું મોત… પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો…"

Leave a comment

Your email address will not be published.


*