દૂધ લેવા જતા સાયકલ સવાર યુવકે સાથે આખલાએ કંઈક એવું કર્યું કે… હિમ્મત હોય તો જ આખો વિડિયો જોજો…

Published on: 12:09 pm, Sun, 20 August 23

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ રખડતા ઢોરના કારણે પોતાના જીવ ગુમાવ્યા હશે અને ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હશે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક રખડતા આખલા એક સાઇકલ સવારે યુવક સાથે કંઈક એવું કર્યું કે ઘટનાનો વિડીયો જોઈને રુવાડા બેઠા થઈ જશે.

હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ કિસ્સો આગરામાંથી સામે આવી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે સમગ્ર ઘટના 16 ઓગસ્ટના રોજ બની હતી. પરંતુ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જાણવા મળી રહ્યું છે કે ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલો સાયકલ સવાર યુવક પાંચ દિવસ સુધી ભાનમાં આવ્યો ન હતો.સમગ્ર ઘટનાને વિગતવાર વાત કરીએ તો 32 વર્ષનો પ્રસાત ગુપ્તા નામનો યુવક પાંચ દિવસ પહેલા સવારે સાત વાગ્યાની આસપાસ પોતાની સાઇકલ લઈને દૂધ લેવા માટે નીકળ્યો હતો. તે રસ્તા ઉપર ખૂબ જ આરામથી સાઇકલ ચલાવીને જતો હતો.

આ દરમિયાન ત્યારે સામેથી દોડીને આવી રહેલા એક આખલાએ પ્રશાંતને અડફેટેમાં લીધો હતો. જેના કારણે યુવક જમીન પર પટકાયો હતો અને આ ઘટનામાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. આ ઘટનામાં રોડ પર પડતાં જ પ્રશાંત ગુપ્તા બેહોશ થઈ ગયો હતો. આ ઘટનામાં પ્રશાંતના માથાના ભાગે ઇજા પહોંચી હતી.

ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ યુવકના સગા-સંબંધીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્યારબાદ પ્રશાંતને છેલ્લા પાંચ દિવસથી હોશ આવ્યો ન હતો. તે કોમામાં છે અને તેની હાલત હાલમાં સારી નથી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દૂધ લેવા જતા સાયકલ સવાર યુવકે સાથે આખલાએ કંઈક એવું કર્યું કે… હિમ્મત હોય તો જ આખો વિડિયો જોજો…"

Leave a comment

Your email address will not be published.


*