હે ભગવાન..! 2 પિકઅપ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત… 4 મિત્રોના એક સાથે દર્દનાક મોત…

Published on: 12:40 pm, Sun, 20 August 23

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બે પીકઅપ વાહન અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 4 મુસાફરોના કરુણ મોત થયા હતા. આ ઉપરાંત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનામાં મૃત્યુ ચાર લોકો મિત્રો જ હતા તેઓ બધા ગોગામેડીએ દર્શન કરવા માટે જતા હતા. આ દરમિયાન અકસ્માતમાં તેમનું મોત થયું હતું.

આ અકસ્માતની ઘટના હનુમાનગઢ જિલ્લાના ગોગામેડી પોલીસ સ્ટેશન વિસ્તારના પરલિકા ગામ પાસે રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હતી. જાણવા મળી રહ્યું છે કે કારમાં સવાર તમામ લોકો હરિયાણાના રહેવાસી હતા. તમામ લોકો ગોગામેડી ખાતે દર્શન કરવા માટે હરિયાણાથી આવ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં સામેથી આવતા પીકઅપે કારને જોરદાર ટક્કર લગાવતી હતી. આ દરમિયાન અન્ય એક પીકઅપ પણ આ અકસ્માતની ઘટનાનો ભોગ બન્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે 4 લોકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 30 વર્ષીય અનિલ, 32 વર્ષીય સુરેન્દ્ર, 21 વર્ષીય કૃષ્ણ અને 24 વર્ષીય રાજેશ નામના યુવકનું મોત થયું છે.

આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા ચારે યુવકો મિત્રો હતા. મૃત્યુ પામેલા ચારે મિત્રોમાંથી એક અનિલના જ લગ્ન થઈ ગયા હતા. અનિલના મૃત્યુના કારણે બે દીકરાઓ એ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હે ભગવાન..! 2 પિકઅપ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત… 4 મિત્રોના એક સાથે દર્દનાક મોત…"

Leave a comment

Your email address will not be published.


*