કન્ટેનર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, 23 વર્ષના યુવકનું કરુણ મોત… હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…

Published on: 11:07 am, Sun, 20 August 23

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક્સપ્રેસ કન્ટેનર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર તથા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કન્ટેનર ચાલક કેબિનની અંદર ફસાઈ ગયો હતો, આ કારણસર તે ભયંકર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ઉપરાંત ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા કન્ટેનર ચાલકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં મોડી રાત્રે સારવાર દરમિયાન કન્ટેનર ચાલકનું મોત થયું હતું.

મૃત્યુ યુવકના પિતાએ અજાણ્યા ટ્રક ચાલક પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. આ અકસ્માતની ઘટના શનિવારના રોજ બની હતી અને અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા યુવકનું નામ પ્રેમ હતું અને તેની ઉંમર 23 વર્ષની હતી. પ્રેમ કન્ટેનર ચલાવતો હતો અને તે કન્ટેનરમાં એક કાર કંપનીનો સામાન લઈને જતો હતો.

જાણવા મળી રહ્યું છે કે શનિવારના રોજ પ્રેમ કન્ટેનર લઈને જતો હતો, ત્યારે અચાનક જ રસ્તા ઉપર એક ટ્રક ચાલકે ખૂબ જ બેદરકારી પૂર્વક બ્રેક લગાવી હતી. જેના કારણે ટ્રક અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઉપરાંત પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ કન્ટેનરમાં ફસાયેલા પ્રેમને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મોડી રાત્રે પ્રેમને મૃત જાહેર કર્યો હતો. પ્રેમના મૃત્યુના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે લગભગ ચાર દિવસ પહેલા જ પ્રેમની સગાઈ થઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કન્ટેનર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, 23 વર્ષના યુવકનું કરુણ મોત… હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*