બાઈક પર સવાર થઈને નોકરીએ જઈ રહેલા ત્રણ વ્યક્તિઓને રસ્તામાં નડ્યો અકસ્માત, કાકા-ભત્રીજા સહિત ત્રણ લોકોના કરૂણ મૃત્યુ…

Published on: 5:41 pm, Wed, 6 April 22

છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે ભચાઉ તાલુકાના વોન્ધ રામદેવપીર ના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગઈકાલે બપોરે 2.30 વાગ્યાની આસપાસ એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. બાઈક અને આઇસર ટેમ્પા વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં બાઇક પર સવાર ત્રણ લોકોના કરૂણ મૃત્યુ થયા હતા. જેમાં બે લોકોએ ઘટનાસ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમ્યાન તેનું પણ કરુણ મૃત્યુ થયું હતું. ઘટના બનતા જ ભચાઉ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મૃતદેહને કબજે લઇને બચાવની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. પરંતુ ગઈકાલે સરકારી હોસ્પિટલમાં હડતાળ હોવાના કારણે પોસ્ટમોર્ટમ થયો નથી. મળતી માહિતી મુજબ ભચાઉ તાલુકાના રામદેવપીર નજીક આવેલ જલારામ ઓઈલ કંપનીમાં કામ કરતા યોગેશ પટેલ તેના કાકા જગદીશ કનૈયાલાલ પટેલ અને જીગર મહેન્દ્ર પટેલ વોન્ધ તેમના ઘરે જમવા ગયા હતા.

જમીને તેઓ નોકરી પર આવતા હતા. ત્યારે તેમની બાઇક આઇસર ટેમ્પાની અડફેટમાં આવી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં કાકા અને ભત્રીજાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

તેમને ઈજાગ્રસ્ત થયેલા જીગર મહેન્દ્ર પટેલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીગર મહેન્દ્ર પટેલ નું પણ કરુણ મૃત્યુ થયું હતું. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બાઈક પર સવાર થઈને નોકરીએ જઈ રહેલા ત્રણ વ્યક્તિઓને રસ્તામાં નડ્યો અકસ્માત, કાકા-ભત્રીજા સહિત ત્રણ લોકોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*