યુવરાજ સિંહને પોલીસકર્મી પર કાર ચલાવવી ભારે પડી ગઈ – જુઓ ઘટનાનો વાયરલ થયેલો વીડિયો

Published on: 6:00 pm, Wed, 6 April 22

યુવરાજસિંહ જાડેજાને ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરકાયદેસર રીતે આચરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત યુવરાજસિંહએ ગાંધીનગર પોલીસ હેડકવાર્ટરમાં પોલીસકર્મી પર કાર ચડાવી દેવાનો પ્રયાસો કર્યા હતા. આ આરોપ હેઠળ યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે.

યુવરાજસિંહનો પોલીસકર્મી પર કાર ચડાવી દેવાનો વીડિયો પણ સામે આવ્યો છે. રેન્જ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું કે, યુવરાજસિંહની આ હરકતનો વિડીયો ગાડીના કેમેરામાં રેકોર્ડ થયો છે. આ ઘટના બન્યા બાદ તાત્કાલિક યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ વિદ્યાસહાયકમાં ભરતી કરવાની માગણી કરી હતી.

ગઈકાલે આંદોલન કરનાર ઉમેદવારોએ વિધાનસભા ઘેરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ પગલે પોલીસ દ્વારા મહિલાઓ સહિત આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી હતી અને તેમની ગાંધીનગર જિલ્લાના પોલીસ હેડકવાર્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે યુવરાજસિંહ જાડેજા આંદોલનકારીઓને મળવા માટે પોલીસ હેડકવાર્ટર પહોંચ્યા હતા.

જ્યારે આંદોલનકારીઓ સાથે વાતચીત કરીને યુવરાજસિંહ જાડેજા પરત ફરતા હતા. ત્યારે એક પોલીસ કર્મી સાથે તેમની માથાકૂટ થઇ ગઇ હતી. જેને લઇને પોલીસ કરીએ યુવરાજસિંહ જાડેજા ની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ પોલીસ સાથે થયેલી માથાકૂટમાં યુવરાજસિંહ જાડેજા પર પોલીસ કર્મી પર કાર ચડાવી દેવાનો આરોપ લાગ્યો હતો.

તેનો વીડિયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ યુવરાજસિંહ જાડેજા ય પોતાની ગાડીમાં બેસીને પોલીસકર્મી પર ગાડી ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના ગાડી માં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

અભય ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, આ ઘટનામાં પોલીસ પર ગાડી ચડાવવાનો અને પોલીસ સાથે માથાકૂટ કરવાના મુદ્દામાં યુવરાજસિંહ જાડેજા ની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત યુવરાજસિંહ પાસેથી મળેલા તમામ વસ્તુઓ FSLમાં મોકલવામાં આવશે. તેની પૂછપરછ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "યુવરાજ સિંહને પોલીસકર્મી પર કાર ચલાવવી ભારે પડી ગઈ – જુઓ ઘટનાનો વાયરલ થયેલો વીડિયો"

Leave a comment

Your email address will not be published.


*