માતા-પિતાની નજરની સામે બાળકનું કરૂણ મૃત્યુ : બાઈક પર જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત, દોઢ વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ…

Published on: 5:22 pm, Wed, 6 April 22

તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે. જેમાં હસતા-ખેલતા પરિવારની ખુશી એક જ સમયમાં છીનવાઈ જાય છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ ઘટના રાજસ્થાનના જયપુરમાં બની છે. અહીં વિશ્વકર્મા વિસ્તારમાં સોમવારના રોજ સાંજે બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે.

આ અકસ્માતની ઘટનામાં દોઢ વર્ષના માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ અખાત્રી મચી ગઇ હતી. બાળકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર વિધાધર નગરની જામ્સ કોલોનીમાં શાહરૂખ નામનો યુવક પોતાની પત્ની સિમરન અને દીકરા સમદ સાથે રહેતો હતો.

મળતી માહિતી મુજબ સોમવારે શાહરૂખ પોતાની પત્ની અને દોઢ વરસના દીકરા સાથે ચાર વાગ્યાની આસપાસ વિશ્વકર્મા રોડ નંબર પર જઈ રહ્યો હતો. એવામાં એક ફેક્ટરી પાસે શાહરુખની બાઈક ની બાજુમાં એક ટ્રક આવ્યો હતો. ત્યારે અચાનક સારુ પોતાની બાઇક પરથી કાબૂ ગુમાવે છે.

તેના કારણે બાઈક પર સવાર શાહરૂખ અને તેની પત્ની રોડની સાઈડમાં પડે છે. આ કારણોસર તેમનો આબાદ બચાવ થાય છે. પરંતુ તેમનો દોઢ વર્ષનો બાળક ટ્રકની અડફેટે આવી ગયું હતું. આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. માતા-પિતાની આંખની સામે દીકરાનું મૃત્યુ થતા માતા-પિતા રડી પડ્યા હતા. આ ઉપરાંત ઘટનાસ્થળે હાજર લોકો પણ ભાવુક થઇ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માતા-પિતાની નજરની સામે બાળકનું કરૂણ મૃત્યુ : બાઈક પર જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત, દોઢ વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*