બાઇક પર જઇ રહેલા બે યુવકોને રસ્તામાં નડ્યો અકસ્માત, બંનેના કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના…

Published on: 12:26 pm, Fri, 29 April 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બે યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં બુધવારના રોજ મોડી રાત્રે આ અકસ્માતની ઘટના બની હતી.

ઘટનાના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. બંને યુવકોના મૃતદેહ કબજે લઇને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યા હતા. મળતી માહિતી અનુસાર યુવકના ખિસ્સામાંથી બાઈકના કાગળ મળ્યા હતા તેના પરથી તેની ઓળખ થઈ હતી. બન્ને યુવકોના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર ગોરખપુર જિલ્લાના શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો 18 વર્ષીય સુનિલકુમાર નામનો યુવક બુધવારના રોજ મામાને કહ્યા વગર મામાની બાઇક લઇને પોતાના મિત્ર 30 વર્ષીય મનીષ સિંહ પાસે ગયો હતો. ત્યારે બંને બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો.

આ ઘટનામાં બંનેના કરૂણ મૃત્યુ થયા હતા. મળતી માહિતી અનુસાર બન્ને યુવકો એકસાથે શટરીંગનું કામ કરતા હતા. આ ઘટનાના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. તેઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે બન્ને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા.

યુવકના ખિસ્સામાંથી બાઈક ના કાગળિયા મળી આવ્યા હતા. તેના આધારે બંને યુવકોની ઓળખ થઈ હતી. મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બન્ને યુવકોના મૃત્યુ થતાં આખું ગામ હિબકે ચડયું હતું. દીકરાના મૃત્યુ થતાં બંનેના માતાપિતા પડી ભાંગ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બાઇક પર જઇ રહેલા બે યુવકોને રસ્તામાં નડ્યો અકસ્માત, બંનેના કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*