પતિએ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ પત્નીનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના

Published on: 12:02 pm, Fri, 29 April 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઘરેલું વિવાદના કારણે એક પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી મુજબ પત્નીનો જોઈ લીધા બાદ પતિ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઇને મકાનમાલિકે પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું છે. મળતી માહિતી અનુસાર રણજીત અને તેની પત્ની નવીતા વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી. બંને એક ભાડાના મકાનમાં રહેતા હતા. રણજીત નાની નાની વાત પર પોતાની પત્ની સાથે માથાકૂટ કરતો હતો.

27 એપ્રિલ ના રોજ સવારે લગભગ આઠ વાગ્યાની આસપાસ રણજીત કામ પર ગયો હતો. પરંતુ રણજીત બે કલાકમાં જ કામ પરથી પાછો આવે છે. ત્યારે રણજીત અને તેની પત્ની વચ્ચે કોઈ બાબતને લઈને માથાકુટ થઇ હતી. મળતી માહિતી અનુસાર રણજીત પોતાની પત્નીને ગામ લઈ જવા માગતો હતો.

પરંતુ રણજીતની પત્ની ગામ જવા માટે ના પાડતી હતી. અને બંને વચ્ચે માથાકૂટ થવા લાગી. ત્યારે આજુબાજુના લોકોએ બંનેને શાંત પાડ્યા હતા. ત્યારબાદ રણજીત બહાર ચાલ્યો ગયો હતો. રણજીત રાત્રે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ ઘરે પરત ફર્યો હતો.

ત્યારે ફરીથી બંને વચ્ચે માથાકૂટ શરૂ થઈ હતી. ત્યારે રાત્રે લગભગ દોઢ વાગ્યાની આસપાસ રૂમમાંથી જોર જોરથી બૂમ પાડવાનો અવાજ સંભળાયો હતો. આ દરમિયાન આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રૂમનો દરવાજો ખોલ્યો હતો.

ત્યારે રણજીત એ જણાવ્યું કે મેં મારી પત્નીનો જીવ લઈ લીધો છે. અને ત્યારબાદ રણજીત ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મકાન માલિકની ફરિયાદના આધારે રણજીત સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પતિએ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ પત્નીનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*