પુત્રના જન્મ દિવસના દિવસે સાળંગપુર દર્શન કરીને પરત ફરી રહેલા પિતા-પુત્રને નડ્યો અકસ્માત – પિતા અને પુત્રનું કરુણ મૃત્યુ…

Published on: 11:36 am, Sat, 5 February 22

સાળંગપુર બોટાદ રોડ ઉપર વૃંદાવન હોટલ પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં એક બાઈક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઇક ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 2 વર્ષનો પુત્ર અને પિતાનું મૃત્યું થયું છે.

મળતી માહિતી અનુસાર સાળંગપુર બોટાદ રોડ ઉપર ગઈકાલે વૃંદાવન હોટલ પાસે બપોરના 04:30 કલાકે આ અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર મહેશ ભાઈ અરજણભાઈ ખાવડીયા ખાંદળા (ઉંમર 35 વર્ષ) પોતાના 2 વર્ષના પુત્ર વેદાંતને લઈને સાળંગપુર મંદિર દર્શન કરવા ઘરેથી બાઇક લઇને નીકળ્યા હતા.

ત્યારે રસ્તામાં મહેન્દ્રભાઈ સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવે છે અને બાઇક ઈલેક્ટ્રીક થાંભલા સાથે જઈને અથડાય છે. આ અકસ્માતમાં મહેન્દ્રભાઈ અને તેમના બે વર્ષના પુત્રનું મૃત્યુ થાય છે.

ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યાર બાદ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની હોનેવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર પુત્રનો જન્મદિવસ હોવાના કારણે પિતા પોતાના પુત્રને દર્શન કરવા માટે સાળંગપુર લઈ જઈ રહ્યા હતા. દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને આ અકસ્માત નડયો હતો.

આ ઘટનાની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર સાળંગપુર મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં પિતા-પુત્રનું બંનેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પુત્રના જન્મ દિવસના દિવસે સાળંગપુર દર્શન કરીને પરત ફરી રહેલા પિતા-પુત્રને નડ્યો અકસ્માત – પિતા અને પુત્રનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*