બાઈક પર સવાર 2 યુવાનોને એક અજાણ્યા વાહને લગાવી જબરદસ્ત ટક્કર, બાઈક રોડ પર પડેલા ટ્રક સાથે અથડાયા – બંને યુવાનોના કરૂણ મૃત્યુ…

Published on: 11:04 am, Sat, 5 February 22

એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાઇક પર સવાર બે યુવાનોના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર બાઈક પર સવાર બે યુવાનોને એક અજાણ્યા વાહને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ઠક્કર ના કારણે બંને યુવાનો રોડની સાઈડમાં ઉભેલા ટ્રક સાથે જઈને અથડાયા હતા.

આ અકસ્માતની ઘટના મોડી રાત્રે બની હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં બંને યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેઓની સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

તેમાંથી એક યુવકે રાત્રે સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે એક યુવકે આજરોજ સવારે સારવાર દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે.

અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું કે અજાણ્યા વાહનચાલકે રોડ પર એક બાઈકમાં જઈ રહેલા બે યુવાનોને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર બાદ બાઇક રોડની સાઈડમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં રાત્રે સારવાર દરમિયાન રવિન્દ્ર નામના યુવકનું મૃત્યુ થયું હતું. ઉપરાંત 28 વર્ષીય રાજેન્દ્રનું આજ રોજ સવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

મૃત્યુ પામેલા રવીન્દ્રની ઉંમર 20 વર્ષની હતી. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. હાલમાં પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બાઈક પર સવાર 2 યુવાનોને એક અજાણ્યા વાહને લગાવી જબરદસ્ત ટક્કર, બાઈક રોડ પર પડેલા ટ્રક સાથે અથડાયા – બંને યુવાનોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*