રસ્તા પર ભારે ધુમ્મસ હોવાના કારણે ટ્રક અને ટેન્કર વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત, 3 લોકોના કરૂણ મૃત્યુ…

Published on: 5:33 pm, Fri, 21 January 22

ગંગાનગરમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર ટ્રક અને ટેન્કર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ સવારે બની હતી.

ધુમ્મસના કારણે સુરતગઢના નેશનલ હાઈવે 62 પર આવેલા પાલીવાલ ગામમાં આ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. અકસ્માતના કારણે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ભારે જહેમત બાદ ટ્રાફિક જામ ખુલ્લો કર્યો હતો.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં બંને વાહન ભાંગીને ભુક્કો થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર પંજાબથી ચોખા ભરેલો ટ્રક સવારે ગંગાનગર થી સુરતગઢ જઈ રહ્યો હતો. ત્યારે પાલીવાલા પાસે ગંગાનગર તરફ આવી રહેલા ટેન્કર સાથે ટ્રક ની જબરદસ્ત ટક્કર થઈ હતી.

અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં 24 વર્ષીય ટેન્કરચાલક રામચંદ્ર, ટ્રક ડ્રાઈવર અને કલીનરનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી. આ સમગ્ર ઘટનામાં ત્રણેયના મૃતદેહને સરકારી હોસ્પિટલના સબ ઘરમાં રાખવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!