એક બોલેરો કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોએ ગુમાવ્યા પોતાના જીવ…

Published on: 2:50 pm, Fri, 21 January 22

બાડમેર જિલ્લામાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. બાડમેર જિલ્લાના ધોરીમાત્રા પોલીસ સ્ટેશન હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લુખી ભાખરી ગામમાં એક બોલેરો કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયા હતા અને એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.

ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને ત્યારબાદ ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના ગુરૂવારના રોજ સાંજના સમયે બની હતી.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 22 વર્ષીય બાઈક સવાર ભૈરારામ સુથારનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઉપરાંત પાછળ બેઠેલી ભૈરારામની પત્ની અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બોલેરો ના બે ટુકડા થઈ ગયા હતા.

આ ઉપરાંત અકસ્માતમાં 40 વર્ષીય બોલેરો ચાલક ખુંમેન બેરીનું પણ ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માત બન્યા બાદ બાઇક લગભગ દસ ફૂટ દૂર જઈને પડી હતી. અકસ્માત બન્યો ત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને તે લોકોએ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક બોલેરો કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોએ ગુમાવ્યા પોતાના જીવ…"

Leave a comment

Your email address will not be published.


*