કોરોના ના કેસો વધતા ગુજરાત રાજ્યમાં આ તારીખથી લાગુ થઈ શકે છે આંશિક લોકડાઉન,જાણો

Published on: 2:28 pm, Fri, 21 January 22

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ ના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે અને કોરોના વાયરસ ના નવા સ્વરૂપ માં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ ના કેસો માં અધધ વધારો થઈ રહ્યો છે.જો આવી રીતે કોરોના વાયરસ ના કેસો માં વધારો થશે તો ત્રીજી લહેર આવતા કોઈ પણ વ્યકિત નહિ રોકી શકે.

કોરોના વાયરસ ની ગંભીર બનેલી પરિસ્થિતિ ને નિયત્રંણ માં લાવવા માટે ગુજરાત સરકારે ટાસ્ક ફોર્સ ના સભ્યોથી લઈને જિલ્લા કલેકટરો અને મ્યુનિસિપલ કમિશનરો સહિતના અનેક અધિકારીઓ સાથે બેઠકોનો દૌર શરૂ કર્યો છે.

કોવિડ ટાસ્ક ફોર્સ ના સભ્યો દ્વારા સરકાર ને નિયંત્રણ અને પ્રતિબંધ વધુ કડક કરવા માટે લગ્નની સંખ્યામાં ઘટાડો કરવા જેવા અનેક મુદ્દાઓ પર સૂચના આપવામાં આવી છે અને શનિવારે એટલે કે ગઈકાલે કોરોના કેસમાં જો આ જ ગતિએ વધારો થયો તો રવિવારથી કડક નિયંત્રણો લાગુ થઈ શકે છે.

જો કડક નિયંત્રણો કરવામાં આવ્યા તો નાઈટ કર્ફ્યું ના સમય થી લઈને અનેક કડક નિયંત્રણો લાગુ થઈ શકે છે. લગ્ન માં મહેમાનોની છુટ માં પણ ઘટાડો થઈ શકે છે.

હાલમાં કોરોનાવાયરસ જે ગતિએ વધી રહ્યો છે તે ગંભીર પરિસ્થિતિ પર સરકારની નજર છે.જો જનતા સામાજિક અંતર અને માસ્ક જેવા નિયમો નું પાલન નહીં કરે તો સરકાર વધુ કેટલાંક પ્રતિબંધ લગાવે તેવી શક્યતાઓ છે. સરકાર કોરોના કેસ અંગે સ્થિતિની સમીક્ષા કરી ત્યારબાદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી નિર્ણય લેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના ના કેસો વધતા ગુજરાત રાજ્યમાં આ તારીખથી લાગુ થઈ શકે છે આંશિક લોકડાઉન,જાણો"

Leave a comment

Your email address will not be published.


*