આંકલાવ તાલુકાના કિંખલોડ રોડ એક કારચાલકે બાઈકને લગાવી જબરદસ્ત – બાઈક પર સવાર વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ…

Published on: 9:53 am, Sat, 22 January 22

આંકલાવ તાલુકાના કિંખલોડ રોડ પર આવેલી એક હોટલ પાસે ગુરૂવારના રોજ બપોરના સમયે એક અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં એકકાર ચાલકે સામેથી બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. જેમાં બાઇક પર સવાર બે વૃદ્ધો માંથી પાછળ બેઠેલ વૃદ્ધનું મૃત્યુ થયું હતું.

બાઈક ચાલક વૃદ્ધ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને ભાદરણ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

આંકલાવ તાલુકાના ગંભીરા સરદાર ચોક ખાતે ફતાભાઈ રયજીભાઈ પઢીયાર (ઉંમર 60 વર્ષ) રહે છે. ગુરુવારે તેઓ બાબરીના કોઈ પ્રસંગમાં હાજરી આપવા માટે તેમની બાઇક પર ગયા હતા. તેમની સાથે તેમના મિત્ર મેલાભાઈ મંગળભાઈ જારીયા (ઉંમર 62 વર્ષ) પણ હતા.

બંને મિત્રો એક બાઇક પર બેસીને ત્યાંથી પરત આંકલાવ તરફ આવી રહ્યા હતા. ત્યારે કિંખલોડ રોડ આવેલી હોટલ પાસે સામેથી પુરપાટ ઝડપે આવતી એક બેકાબૂ કારે તેમની કારણે જબરદસ્ત ટક્કર લગાવી હતી.

જેના કારણે બાઇક પર સવાર બંને વૃદ્ધ જમીન પર નીચે પડ્યા હતા. આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે સારવાર દરમિયાન મેલાભાઈનું મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!