વડોદરા નજીક મોપેડ બાઈક અને કાર વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત, મોપેડ પર સવાર ફિઝિયોથેરાપીની વિદ્યાર્થીનીનું મૃત્યુ…

Published on: 11:36 am, Thu, 14 October 21

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વડોદરા નજીક બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વડોદરા નજીક આવેલા વાઘોડિયા તાલુકાના આમોદર પાસે મોપેડ અને કાર વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાઇ છે અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં પારુલ યુનિવર્સિટી ની વિદ્યાર્થીની સહિત 2 વિદ્યાર્થીઓ ડીઓ મોપેડ પર શ્યામલ કાઉન્ટી પાસેના પેટ્રોલ પંપ પાસેથી પસાર થઇ રહ્યા હતા

. ત્યારે એક ફૂલ ઝડપથી આવતી કારે વિદ્યાર્થિની મોપેડ બાઈકને ટક્કર લગાવી હતી. આકસ્માતમાં એકનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર વાઘોડિયાની પારુલ યુનિવર્સિટી માં ફિઝિયોથેરાપી માં અભ્યાસ કરતી 23 વર્ષીય હર્ષિતા હર્ષિતા મનિચંદ્રા વેન્ટાપ્રગરડા ગઈકાલે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ 19 વર્ષીય મિત્ર સાઈકુમાર રેડી તુમાટી સાથે ડીઓ મોપેડ પર વડોદરા તરફ જવા નીકળ્યા હતા.

ત્યારે તેઓ શ્યામ કાઉન્ટી પાસેના પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા ત્યારે ફૂલ આવતી એક કારે તેમને પાછળથી ટક્કર લગાવી હતી. અકસ્માત થતા જ બાઈક પર સવાર બંને લોકો હવામાં ફંગોળાઈને રોડ પર નીચે પડ્યા હતા. અકસ્માતમાં કાર એક થાંભલા સાથે ટકરાઈ હતી. અકસ્માત થતા સ્થાનિક લોકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર રીતે ઈજા પહોંચી હતી તેઓને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં હર્ષિતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. આ ઉપરાંત સાઈકુમારને ઈજા પહોંચી હતી તેને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની જાણ હર્ષિતા ના પરિવારને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!