દશેરા પર રાવણ દહનના કાર્યક્રમને લઇને હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન,જાણો શું કહ્યુ?

48

ગુજરાતના યુવાનોને કેફીદ્રવ્યોના નશાની ચુંગાલમાંથી મુક્ત કરવા અને કેફિનાશક દ્રવ્યોના પેડલરોને નેસ્તનાબુદ કરવા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.આ પ્રેસ કોન્ફરન્સમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાવણ દહન મામલે મોટી જાહેરાત કરી છે.

તેઓએ જણાવ્યું કે,આપણે હિન્દુ સંસ્કૃતિમાં રાવણ દહનનું એક ખૂબ મોટું મહત્વ છે અને રાજ્યના બધા નાગરિકોને જે દર વર્ષની જેમ રાવણ દહનનો કાર્યક્રમ આ વર્ષે થઈ શકે તે માટે નવરાત્રીની જેમ 400 લોકોની એસઓપી અંતર્ગત રાવણ દહન ની પરમિશન અમે લોકો આપવાના છીએ.

રાજ્ય સરકાર તમામ તહેવારો ને કોવિદને કંટ્રોલમાં રાખી ને ઉજવી શકે તે માટે કટિબદ્ધ છે.ઉલ્લેખનીય છે કે,હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં કેફી અને નશાકારક દ્રવ્યો ના વેપાર ને ને નાથવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!